ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરાના મેયરે સયાજીગંજ બેઠક પરથી નોંધાવી ઉમેદવારી, કેન્દ્રિય પ્રધાને નારાજ કાર્યકર્તાઓ પર કરી ટિપ્પણી

વડોદરામાં સયાજીગંજ બેઠક (sayajigunj assembly constituency) પરથી ભાજપના ઉમેદવાર કેયૂર રોકડિયાએ (Keyur Rokadia Nomination Form) શુક્રવારે ઉમેદવારી નોંધાવી (BJP Candidate for Sayajigunj) હતી. આ પહેલા તેમણે ગોરવા ITI સર્કલથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી હતી. તેમની સાથે કેન્દ્રિય પ્રધાન પરસોત્તમ રૂપાલા (Parshottam Rupala Union Minister) પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

વડોદરાના મેયરે સયાજીગંજ બેઠક પરથી નોંધાવી ઉમેદવારી, કેન્દ્રિય પ્રધાને નારાજ કાર્યકર્તાઓ પર કરી ટિપ્પણી
વડોદરાના મેયરે સયાજીગંજ બેઠક પરથી નોંધાવી ઉમેદવારી, કેન્દ્રિય પ્રધાને નારાજ કાર્યકર્તાઓ પર કરી ટિપ્પણી

By

Published : Nov 19, 2022, 1:07 PM IST

વડોદરાશહેરની સયાજીગંજ વિધાનસભા બેઠક (sayajigunj assembly constituency) પરથી કેયૂર રોકડિયાએ (Keyur Rokadia Nomination Form) કેન્દ્રિય પ્રધાન પરસોત્તમ રૂપાલાની (Parshottam Rupala Union Minister) ઉપસ્થિતિમાં ઉમેદવારી નોંધાવી હતી. તેઓ ગોરવા ITI સર્કલથી રેલી યોજી મામલતદાર કચેરી પહોંચ્યા હતા. કેન્દ્રિય પ્રધાને ભાજપના ઉમેદવારને આ માટે અભિનંદન પણ પાઠવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રિય પ્રધાને જણાવ્યું હતું કે, આજથી ચોપાટ પથરાઈ જશે ને કાલની કુકડિયો ગાંડી થશે.

વાજતેગાજતે પહોંચ્યા ઉમેદવારી નોંધાવવા આ પ્રસંગે કેન્દ્રિય પ્રધાને (Parshottam Rupala Union Minister) જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશની વ્યવસ્થાના ભાગરૂપે વડોદરા મહાનગરમાં આજે સયાજીગંજના ઉમેદવાર કેયૂર રોકડિયાને (sayajigunj assembly constituency) ઉમેદવાર તરીકે પાર્ટીએ પસંદ કર્યા છે. તેમની ઉમેદવારી ભરવા વખતે શહેર ભાજપની ટીમ વાજતેગાજતે જોડાઈ છે. કાર્યકરોનો ઉત્સાહ અને અમારા આગેવાનોનો વિશ્વાસ પ્રચંડ વિજય તરફ આ યાત્રાને દોરી જશે એવું લાગે છે.

યોગેશ પટેલ અંગે કેન્દ્રિય પ્રધાનની ટિપ્પણીકેન્દ્રિય પ્રધાને (Parshottam Rupala Union Minister) ઉમેર્યું હતું કે, ભાજપના ઉમેદવારો પસંદ કરવાની એક ચોક્કસ પ્રણાલી અને પરંપરા વર્ષોથી રહી છે. તેમ મુજબ પ્રોસેસમાં સમય પણ લાગતો હોય છે. તેમ જ કેટલીક વખત સ્ટેટર્જી પ્રમાણે પણ પાર્ટી નિર્ણયો વહેલા અથવા મોડા જાહેર કરતી હોય છે. જોકે, હવે 182 ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે.

કેટલાક કાર્યકર્તાઓ નારાજભાજપે ટિકીટ નહીં આપવાના કારણે કેટલાક કાર્યકર્તા નારાજ થયા છે. કેટલાક કાર્યકર્તાઓમાં અસંતોષ પણ દેખાય છે અને કેટલાક કાર્યકર્તાઓ સામે પણ ચૂંટણી લડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી તમામ કાર્યકર્તાઓને ફરીથી સાથે લઈ અને સમજાવી મુખ્ય પ્રવાહની અંદર જોડાઈ રહે એના માટે પણ પ્રયાસો કરતી હોય છે. ભાજપનું માળખું રાજ્યસ્તરે એટલું બધું સંગઠિત ને મજબૂત થઇ ચૂક્યું છે. આ પ્રકારની પ્રવૃત્તિઓને ટાળી શકવાની ક્ષમતા ગુજરાત પ્રદેશ ભાજપે મેળવી લીધી છે.

ABOUT THE AUTHOR

...view details