વડોદરા:શહેરમાં પડેલા વરસાદના પગલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વાઘોડિયા રોડ સ્થિત કવિ પ્રેમાનંદ પ્રાથમિક શાળામાં હાલમાં સામાન્ય વરસાદમાં ઘૂંટણ સમા પાણી(Kavi Premanand Primary School flooded ) ભરાયેલા છે. આ પરિસ્થિતિમાં શાળામાં આવતા બાળકો એમના છાતી સુધી પાણી આવે એવી પરિસ્થિતિમાં શાળામાં પ્રવેશ કરવો પડે છે. આવી પરિસ્થિતિમાં (Rain in Vadodara)જો કોઈ બાળકને કોઈ જાનવર કરડે કે અન્ય કોઈ પ્રકારે એ બાળકને ઇજા પહોંચે એ બાળકના જીવ સામે જોખમ ઊભું થાય એવી પરિસ્થિતિ છે.
શાળામાં ઘૂંટણસમાં પાણી -શાળાનું મકાન તમામ અધ્યતન સુવિધાઓથી (Vadodara Kavi Premanand Primary School )સજ્જ છે. પણ શાળાના મેદાનમાં આસપાસના વિસ્તારનું પાણી ભરાય છે અને આને કારણે શાળામાં પ્રવેશ કરવો પણ મુશ્કેલ બને છે. કોરોના કાળમાં બે વર્ષ સુધી શાળાઓ બંધ રહી છે અને હવે શાળામાં આવતા બાળકોને નિરાશ થઈને ફરી ઘરે પાછું જવું પડે છે. આવા સંજોગોમાં બાળકોના શિક્ષણનું નુકસાન થઈ રહ્યું છે અને પાલિકા આ સમસ્યા તરફ સદંતર દુર્લક્ષ કરી રહી છે.
આ પણ વાંચોઃવરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ, અનેક વિસ્તારો થયા પાણી પાણી