ગુજરાત

gujarat

ETV Bharat / state

ધારાસભ્ય દ્વારા કરજણમાં કોરોનાં રસીકરણ કેન્દ્રનો પ્રારંભ - Gujarat News

આત્મનિર્ભર ભારતની કોવિડ-19 રસીકરણ કરવા કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે રસીકરણ કેન્દ્રની શરૂઆત કરી હતી.

કરજણના ધારાસભ્યએ કોરોનાં રસીકરણ કેન્દ્રનો કરાયો પ્રારંભ
કરજણના ધારાસભ્યએ કોરોનાં રસીકરણ કેન્દ્રનો કરાયો પ્રારંભ

By

Published : Jan 22, 2021, 5:46 PM IST

  • કરજણ ખાતે આરોગ્ય કર્મીઓને કોરોના રસીકરણની શરૂઆત કરવામાં આવી
  • પ્રથમ દિવસે 100 જેટલા આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવશે
  • પ્રથમ હેલ્થ ઓફિસર અને સુપ્રિટેન્ડન્ટે રસી મુકાવી
    ધારાસભ્ય દ્વારા કરજણમાં કોરોનાં રસીકરણ કેન્દ્રનો પ્રારંભ

વડોદરાઃઆત્મનિર્ભર ભારતની કોવિડ-19 રસીકરણ કરવા કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે રસીકરણ કેન્દ્રની શરૂઆત કરી હતી.

ધારાસભ્ય દ્વારા કરજણમાં કોરોનાં રસીકરણ કેન્દ્રનો પ્રારંભ

ધારાસભ્યએ રસીકરણ કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો

પ્રથમ બ્લોક હેલ્થના મેડિકલ ઓફિસર અને CHCના ડૉક્ટરને રસી આપવામાં આવી હતી. આજ રોજ 100 જેટલા આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવશે. આ પ્રસંગે કોરના વોરીયર્સ અને મહામારીના સમયમાં જેઓએ રાત દિવસ મહેનત કરી સેવા આપી એવા ડૉ.બિપીન ભાલુને સ્મૃતિ ચિન્હ આપી ધારાસભ્યે સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ શાહ સહિતના કાર્યકરો અને કોરોના વોરીયર્સ હાજર રહ્યા હતા.

ધારાસભ્ય દ્વારા કરજણમાં કોરોનાં રસીકરણ કેન્દ્રનો પ્રારંભ

આગામી દિવસમાં ધારાસભ્ય પણ રસી મુકાવશે

રાસભ્ય અક્ષય પટેલે જણાવ્યું હતું કે, કરજણ તાલુકાના બ્લોક હેલ્થ સેન્ટર પર આરોગ્ય કર્મચારીઓને રસીકરણની શરૂઆત કરવામાં આવી છે. 100 થી પણ વધુ બ્લોક હેલ્થના તમામ કર્મચારીઓ અને ડૉક્ટરોનું રસીકરણ થશે. આવનારા દિવસોમાં તમામ CHC અને PHC સેન્ટર પર આવતી કાલથી જુદી-જુદી જગ્યાઓ પર રસીકરણ કરવામાં આવશે. આ રસીકરણથી કોઈને ગભરાવાની જરૂર નથી. આજે હેલ્થ ઓફિસર અને સુપ્રિટેન્ડન્ટને પણ રસી લીધી હતી. આગામી દિવસોમાં ધારાસભ્યો પણ લેશે અને લોકોએ પણ જાગૃતતા લાવી રસીકરણનો લાભ લેવા ધારાસભ્ય અક્ષય પટેલે અનુરોધ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details