ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત રાજ્ય સહકારી સંઘ આયોજિત શિલ્ડ હરીફાઈમાં કરજણ દૂધ ઉત્પાદક મંડળીએ માર્યુ મેદાન

ગુજરાત રાજ્ય સહકારી સંઘ આયોજિત શિલ્ડ હરીફાઈમાં મિયાગામ કરજણ દૂધ ઉત્પાદક મંડળીએ મેદાન માર્યું છે. મંડળીને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જેથી કરજણ દૂધ ઉત્પાદક સહકાર મંડળીના પ્રમુખ સહિત સભાસદોમાં ખુશીની લહેર ફેલાઈ હતી.

ગુજરાત રાજ્ય સહકારી સંઘ આયોજિત શિલ્ડ હરીફાઈમાં કરજણ દૂધ ઉત્પાદક મંડળીએ માર્યુ મેદાન
ગુજરાત રાજ્ય સહકારી સંઘ આયોજિત શિલ્ડ હરીફાઈમાં કરજણ દૂધ ઉત્પાદક મંડળીએ માર્યુ મેદાન

By

Published : Nov 26, 2020, 12:42 PM IST

  • કરજણ દૂધ ઉત્પાદક મંડળી શિલ્ડ હરીફાઈમાં પ્રથમ
  • કરજણ દૂધ ઉત્પાદક મંડળીને જિલ્લાની શ્રેષ્ઠ દૂધમંડળીનો એવોર્ડ મળ્યો
  • સહકારી મંડળીઓને પ્રોત્સાહિત કરવા કરાયું આયોજન

વડોદરાઃ ગુજરાત રાજ્ય સહકારી સંઘ આયોજિત શિલ્ડ હરીફાઈમાં મિયાગામ કરજણ દૂધ ઉત્પાદક મંડળીએ મેદાન માર્યું છે. મંડળીને એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવતા પ્રમુખ સહિત સભાસદોમાં ખુશીની લહેર ફેલાઈ હતી.

ગુજરાત રાજ્ય સહકારી સંઘ આયોજિત શિલ્ડ હરીફાઈમાં કરજણ દૂધ ઉત્પાદક મંડળીએ માર્યુ મેદાન

વધુ રોજગારી આપતો વ્યવસાય એટલે પશુપાલન

ગુજરાત રાજ્ય સહકારી સંઘ રાજ્યભરની દૂધ મંડળીઓને ઉત્તમ ઉત્પાદન અને કામગીરીના મૂલ્યાંકન હેતુ શિલ્ડ હરીફાઈનું આયોજન કરે છે. જેના ભાગરૂપે વર્ષ 2019-20 માં આયોજિત શિલ્ડ હરીફાઈમાં મિયાગામ કરજણ દૂધ ઉત્પાદક મંડળી પ્રથમ સ્થાને આવી છે. જે બદલ મંડળીને સન્માનિત કરવામાં આવી હતી.

ગુજરાત રાજ્ય સહકારી સંઘ આયોજિત શિલ્ડ હરીફાઈમાં કરજણ દૂધ ઉત્પાદક મંડળીએ માર્યુ મેદાન

કામગીરી અને સેવાનું મૂલ્યાંકન કરાયું

ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા ગુજરાતમાં વધુ રોજગારી આપતો વ્યવસાય એટલે પશુપાલન છે. જેમાં સહકારી મંડળીઓને પ્રોત્સાહિત કરવા માટે વર્ષ દરમિયાન કરેલી ઉત્તમ કામગીરી અને સેવાનું મૂલ્યાંકન કરીને જિલ્લાની શ્રેષ્ઠ સહકારી સંસ્થાને એવોર્ડ આપવમાં આવે છે. જેમાં વડોદરા જિલ્લાની સારી સેવા અને ઉત્તમ કામગીરી બદલ કરજણ તાલુકાના મિયાગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીને જિલ્લાની શ્રેષ્ઠ સહકારી મંડળીનો એવોર્ડ આપવામાં આવ્યો અને સન્માન પત્ર પણ આપવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details