વડોદરાઃ હાલ વિશ્વભરના દેશોમાં ચાલતી મહામારીને ધ્યાનમાં રાખી પોલીસ સ્ટાફ અને અરોગ્ય વિભાગના કર્મચારીઓ પોતાની અને પોતાના પરિવારની કોઇપણ જાતની ચિંતા કર્યા વગર પોતાની ફરજ નીભાવીને આ દેશની તેમજ દેશના દરેક લોકોની કોઇપણ જાતના ભેદભાવ વગર પોતાનો જીવ જોખમમાં મુકી સેવા આપે છે.
વડોદરામાં કરજણ ફૈઝ યંગ સર્કલ દ્વારા પોલીસ સ્ટાફ સાથે ઈદની ઉજવણી - કરજણ ફૈઝ યંગ સર્કલ
વડોદરા કરજણ ફૈઝ યંગ સર્કલ દ્વારા પોલીસ સ્ટાફ સાથે ઈદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

કરજણ ફૈઝ યંગ સર્કલ દ્રારા પોલિસ સ્ટાફ સાથે ઈદની ઉજવણી
વડોદરામાં કરજણ ફૈઝ યંગ સર્કલ દ્રારા પોલિસ સ્ટાફ સાથે ઈદની ઉજવણી
સુફી મિલ્લત સૈયદ અલ્હાજ મુસ્તાક અલી બાવા સાહેબ અને સૈયદ વાહિદ અલી બાવા સાહેબના માર્ગ દર્શન દ્રારા ચાલતા કરજણ ફૈઝ યંગ સર્કલ અને મુસ્લિમ સમાજ પવિત્ર રમઝાન માસ ઈદ પર્વનો ખુશીનો દિવસ છે અને આ તહેવારની ઉજવણી કરજણ ફૈઝ યંગ સર્કલના લોકોએ પોલિસ સ્ટાફનુ મોઢૂ મીઠુ કરાવીને કરી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં કરજણ પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફે હાજરી આપી હતી.