ગુજરાત

gujarat

ETV Bharat / state

ધારાસભ્ય પોતાના વચન પર અડગ, પોતાનો પગાર આપ્યો નગરની દિકરીયુને - kanya shikshan sahay karyakram in Dabhoi

વડોદરા જિલ્લાના એક ધારાસભ્ય પોતે આપેલા વચન પર અડગ (Dabhoi MLA Shailesh Mehta) રહેતાના દ્રશ્યો સામે આવ્યા છે. તેઓ ગત ચૂંટણી પ્રચારમાં કહ્યું હતું કે, હું મારો ધારાસભ્ય તરીકેનો પગાર માટે લઈશ નહી.(kanya shikshan sahay karyakram in Dabhoi)

ધારાસભ્ય પોતાના વચન પર અડગ! પોતાનો પગાર આપ્યો નગરની દિકરીયુને
ધારાસભ્ય પોતાના વચન પર અડગ! પોતાનો પગાર આપ્યો નગરની દિકરીયુનેધારાસભ્ય પોતાના વચન પર અડગ! પોતાનો પગાર આપ્યો નગરની દિકરીયુને

By

Published : Oct 27, 2022, 2:58 PM IST

વડોદરા : ડભોઇ દર્ભાવતીના ધારાસભ્યે કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે તેના ભાગરૂપે (Dabhoi MLA Shailesh Mehta) શિક્ષણ સહાયના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગત વિધાનસભાની ચૂંટણી વેળાએ ડભોઈ ધારાસભ્ય શૈલેષ મહેતાએ પોતાના પ્રચાર કાર્ય દરમિયાન એક જાહેરાત કરી કરી હતી કે, હું મારો ધારાસભ્ય તરીકેનો પગાર મારા માટે લઈશ નહીં. કન્યાઓના ઉચ્ચ અભ્યાસ માટે સહાય રૂપે તેમની શિક્ષણ ફી ભરવામાં આપીશ. જેને લઈને ધારાસભ્ય શૈલેષ મહેતાએ કન્યાઓ માટે સહાય કાર્યક્રમનું આયોજન કર્યું હતું. (kanya shikshan sahay karyakram in Dabhoi)

ડભોઈ મતવિસ્તારની 558 કન્યાઓને 5,20,750ની શિક્ષણ સહાય

કન્યા કેળવણીને પ્રોત્સાહનડભોઇ દર્ભાવતીના ધારાસભ્યે કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે તેના ભાગરૂપે આ જાહેરાતનું પાલન કરી શિક્ષણ સહાય કાર્યક્રમના ભાગરૂપે નગરની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતી કન્યાઓને સહાય આપવામાં આવી હતી. તેઓનાં શિક્ષણ કાર્યમાં આર્થિક રીતે રાહત મળે એ હેતુસર ધારાસભ્ય દ્વારા આર્થિક સહાયનો કાર્યક્રમ યોજાયો હતો. (Girls Education Assistance Program in Dabhoi)

પોતાની અડગતા ધારાસભ્ય શૈલેષ મહેતા પોતે અડગ રહી પોતાનો ધારાસભ્ય તરીકેની મહેનતાણું કન્યા કેળવણીમાં આપે છે. જેમાં 558 કન્યાઓને 5,20,750 રૂપિયાની સહાયની રકમ ધારાસભ્ય શૈલેષ મહેતાના જીવનસાથી અને ગુજરાત બ્રહ્મ સમાજ જાગૃત મંચના પ્રમુખ મીના મહેતાના હસ્તે વિતરણ કરવામાં આવી હતા. તેઓએ જણાવ્યું હતું કે, કન્યાઓનું ઉચ્ચ અને સારું શિક્ષણએ આપનો ધ્યેય છે. આ ધ્યેયને સાર્થક કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. (Dabhoi MLA Shailesh Mehta)

દિકરી બે ઘરને ઉગારેમીના મહેતાએ જણાવ્યું હતું કે, દીકરી જો સુશિક્ષિત હશે તો તેબે ઘરને તારશે. એક પોતાના પિતાનું અને બીજું તેની સાસરીનું એમ બે ઘર તારશે. તેથી જ દીકરીઓને ઉચ્ચ શિક્ષણ મળે તે અંગે તેઓએ વાલીઓને પણ ટકોર કરી હતી. આ પ્રસંગે મીના મહેતાની સાથે ડભોઇ નગરપાલિકાના કારોબારી ચેરમેન વિશાલ શાહ તેમજ વિવિધ પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. (Shailesh Mehta Vachan)

વચન પર અડગ ઉલ્લેખનીય છે કે, ડભોઇ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ મહેતાએ ગત વિધાનસભાની ચૂંટણી વેળાએ પોતાના પ્રચાર કાર્ય દરમિયાન એક જાહેરાત કરી કરી હતી કે, હું મારો ધારાસભ્ય તરીકેનો પગાર મારા માટે લઈશ નહીં, પરંતુ આ પગારની રકમ મારા મતવિસ્તારની કન્યાઓના ઉચ્ચ અભ્યાસ માટે સહાય રૂપે તેમની શિક્ષણ ફી ભરવામાં આપીશ. આ વચન પર તેઓ અડગ રહી આજે નિભાવી રહ્યા છે. (Dabhoi assembly seat)

ABOUT THE AUTHOR

...view details