વુડા કચેરીમાં સવા લાખ રુપિયાની લાંચના કેસમાં ઝડપાયેલા જુનિયર ટાઉન પ્લાનર એસ.આર.પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગત્ત જૂન મહિનામાં પાદરાની જમીનનું પ્લોટ વેલિડેશન સર્ટિફિકેટ આપવા માટે એસ.આર.પટેલ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા. તો આ બાદ વુડાના ચીફ એક્ઝિક્યુટિવ ઓથોરિટિ એન.સી.શાહની પણ એસીબીએ ધરપકડ કરી હતી.
વડોદરામાં લાંચના કેસમાં ઝડપાયેલો જુનિયર ટાઉન પ્લાનર સસ્પેન્ડ - Etv Bharat
વડોદરા:વુડા કચેરીમાં સવા લાખ રુપિયાની લાંચના કેસમાં ઝડપાયેલા જુનિયર ટાઉન પ્લાનર એસ.આર.પટેલને સસ્પેન્ડ કરયા છે, તો આ બાબતે કોર્ટે તેમની જામીન અરજી પણ નામંજૂર કરી છે.
ety
તો ઝડપાયેલા બંને અધિકારીઓ હાલ તો જેલ હવા ખાઈ રહ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં એસ.આર.પટેલની જામીન અરજી પણ કોર્ટે નામંજૂર કરી હતી.આ સમગ્ર મામલે વુડાના આ કેસ બાદ એસ.આર.પટેલ અંગે એ.સી.બી દ્વારા શહેરી વિકાસ વિભાગને રિપોર્ટ કર્યા બાદ તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો હતો.
Last Updated : Jun 28, 2019, 1:21 PM IST