ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢ મનપાનો ભાજપનો કોર્પોરેટર પોલીસ પર હુમલો કરવાના ગુનામાં પાસા હેઠળ જેલમાં ધકેલાયો - bjp crime news

જૂનાગઢ: ભાજપ માટેની એક લાંછનરૂપ ઘટનામાં કોર્પોરેટર અબ્બાસ કુરેશીને પાસા હેઠળ જૂનાગઢ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા વડોદરાની જેલમાં મોકલવાનો હુકમ કરવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલા જૂનાગઢનાં જગમાલ ચોકમાં પોલીસ અધિકારીઓ સાથે ઝપાઝપી બાદ તેમના પર સામુહિક હુમલો કરવાના ગુનામાં પોલીસ દ્વારા કોર્પોરેટર અબ્બાસ કુરેશીની ધરપકડ કર્યા બાદ તેને જૂનાગઢ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. આ દરમિયાન અબ્બાસ કુરેશી પર ભૂતકાળમાં કેટલાક ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા હતા જેને ધ્યાનમાં લઈને જૂનાગઢ પોલીસની ભલામણ પર જૂનાગઢ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તેને પાસા હેઠળ વડોદરા જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે. આથી જૂનાગઢના સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે.

જૂનાગઢ

By

Published : Oct 17, 2019, 12:05 AM IST

જૂનાગઢ મનપાની ચૂંટણી પહેલા અબ્બાસ કુરેશી સહીત 4 કોર્પોરેટરો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા બાદ વોર્ડ નંબર 3માં અબ્બાસ કુરેશી સહીત 3 ઉમેદવારો ભાજપના ઉમેદવાર તરીકે બિન હરીફ ચૂંટાયા હતા જે પૈકી અબ્બાસ કુરેશીને પાસા હેઠળ વડોદરાની જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. જૂનાગઢનાં જગમાલ ચોકમાં પોલીસ અધિકારીઓ સાથે અબ્બાસ કુરેશીએ ઝપાઝપી બાદ સામુહિક હુમલો કરતા ધરપકડ કર્યા બાદ તેને જૂનાગઢ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. જ્યાં તેનો ગુનાહિત ભૂતકાળ પણ સામે આવ્યો હતો.

જૂનાગઢ મનપાનાં ભાજપનાં કોર્પોરેટર પોલીસ પર હુમલો કરવાના ગુનામાં પાસા હેઠળ જેલમાં ધકેલાયા

ABOUT THE AUTHOR

...view details