ગુજરાત

gujarat

ETV Bharat / state

ફ્રિઝ રિપેરીંગના બહાને દાગીના લૂંટતા લૂંટારુંને સ્થાનિકોએ ઝડપી પોલીસને હવાલે કર્યો - લોકડાઉન

વડોદરામાં લોકડાઉન દરમિયાન ફ્રિઝ રિપેરીંગના બહાને ઘરમાં પ્રવેશ કરી વૃધ્ધાનું મોઢું દબાવી પહેરેલા દાગીનાની લૂંટ ચલાવનારા લૂંટારુંને સોસાયટીના રહીશોએ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો.

વડોદરામાં ફ્રિજ રીપેરીંગના બહાને દાગીનાની લૂંટ
વડોદરામાં ફ્રિજ રીપેરીંગના બહાને દાગીનાની લૂંટ

By

Published : Apr 27, 2020, 5:07 PM IST

વડોદરાઃ વડોદરામાં લોકડાઉન દરમિયાન ફ્રિઝ રિપેરીંગના બહાને ઘરમાં પ્રવેશ કરી વૃધ્ધાનું મોઢું દબાવી પહેરેલા દાગીનાની લૂંટ ચલાવનારા લૂંટારુંને સોસાયટીના રહીશોએ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો.

વડોદરામાં ફ્રિજ રીપેરીંગના બહાને દાગીનાની લૂંટ

લોકડાઉનમાં વડોદરાના આજવા રોડ પર આવેલી ભુવનેશ્વરી સોસાયટીમાં લૂંટનો બનાવ બન્યો હતો. ફ્રિઝ રિપેરિંગના બહાને વૃદ્ધાના ઘરમાં લૂંટારૂ ઘૂસી વૃદ્ધાનું મોઢું દબાવી સોનાની ચેઈન, પેન્ડલ અને વીટીની લૂંટ ચલાવી ફરાર થયો હતો. તે દરમિયાન વૃદ્ધાએ બૂમાબૂમ કરતા સોસાયટીના લોકોએ લૂંટારૂને પકડી પાડી પોલીસને હવાલે કરી દીધો હતો.

લૂંટનો ભોગ બનનાર વૃદ્ધાએ જણાવ્યું હતું કે, ફ્રિજ સાફ કરવા માટે રૂમાલ મંગાવી તેનાથી જ મોઢું દબાવી રૂમમાં લઈ ગયો હતો. બાદ સોનાની ચેઈન, પેન્ડલ અને હાથની વીટીની લૂંટ ચલાવી નાસી જતા વૃધ્ધાએ બૂમાબૂમ કરતા નીચેની મહિલા અને સોસાયટીના રહીશો દોડી આવ્યા હતા અને લૂંટારૂને ઝડપી પાડ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details