વડોદરા: પાલિતાણા ખાતે શેત્રુંજય મહાતીર્થની રક્ષા (protest on Shetrunjaya mountain encroachment) માટે દેશભરમાં જૈન સમાજ મહારેલીઓનું આયોજન કરી રહ્યાં છે. આજે વડોદરામાં માંડવી વિસ્તારથી કલેક્ટર કચેરી સુધી જૈન સમુદાયની વિશાળ રેલી નીકળી હતી. જેમાં જૈન સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન (Jain community protest in vadodara) કરવામાં આવ્યું હતું. આ વિરોધ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો.
શેત્રુંજય પર્વત પર અતિક્રમણનો વિરોધ:ઝારખંડ સરકારે જૈન સમાજના સમ્મેદ શિખર તરીકે ઓળખાતા મહાતીર્થ પારસનાથ પહાડને પ્રવાસન સ્થળ જાહેર કર્યું છે. સાથે જ ગુજરાતમાં પાલિતાણામાં શેત્રુંજય પર્વત પર અતિક્રમણનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેને લઇને દેશભરમાં જૈન સમાજ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.
નિર્ણય પરત ખેંચવા માંગ: રેલીમાં મોટી સંખ્યામાં જૈન સમુદાયનાં નાગરિકો જોડાયા હતા. આ તમામ લોકોની એક જ માંગ હતી કે, ગુજરાત અને ઝારખંડ સરકાર આ નિર્ણય પરત ખેંચી લે. જો આ નિર્ણય પાછો નહીં ખેચવામાં આવે તો ઉપવાસ આંદોલત કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. શહેરમાં આ વિશાળ રેલીમાં જૈન સમાજનાં સાધુ ભગવંતો પણ જોડાયા હતા. શેત્રુંજય મહાતીર્થને અસામાજીક તત્ત્વોના દૂષણથી મુક્ત કરવાની માંગ સાથે યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો વિવિધ બેનરો તેમજ 'જય આદિનાથ, જય ગિરિરાજ'ના સૂત્રોચ્ચાર સાથે જોડાયા હતા