ગુજરાત

gujarat

ETV Bharat / state

સુપ્રીમ કોર્ટના આદેશના પગલે ભગવાન જગન્નાથની રથયાત્રા નહીં યોજાઇ - શ્રદ્ધાળુઓમાં નિરાશા વ્યાપી

વૈશ્વિક મહામારી કોવિડ-19 કોરોના વાઈરસના પગલે સુપ્રીમ કોર્ટે ઓડિશાના પુરીમાં અષાઢી બીજના દિવસે નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા ઉપર પ્રતિબંધ મુક્યો છે, પરંતુ કોરોના વાઈરસની મહામારીના કારણે રથયાત્રા યોજાશે નહીં તેવા સમાચાર વડોદરા શહેરમાં પ્રસરી જતાં શ્રદ્ધાળુઓમાં નિરાશા વ્યાપી ગઇ હતી.

સુપ્રીમ કોર્ટના આદેશના પગલે ભગવાન જગન્નાથની 39મી રથયાત્રા યોજવામાં નહી આવે
સુપ્રીમ કોર્ટના આદેશના પગલે ભગવાન જગન્નાથની 39મી રથયાત્રા યોજવામાં નહી આવે

By

Published : Jun 19, 2020, 3:31 PM IST

વડોદરાઃ વૈશ્વિક મહામારી કોવિડ-19 કોરોના વાઈરસના પગલે સુપ્રીમ કોર્ટે ઓડિશાના પુરીમાં અષાઢી બીજના દિવસે નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશના પગલે વડોદરામાં ભગવાન જગન્નાથની 39મી રથયાત્રા નહીં યોજવાનો નિર્ણય કરાયો છે.

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા ઇસ્કોન મંદિરના નિત્યાનંદ સ્વામીએ જણાવ્યું હતું કે, મંદિર દ્વારા છેલ્લા 38 વર્ષથી ભગવાન જગન્નાથ, બલરામજી અને માતા સુભદ્રાજીની ભવ્ય રથયાત્રા યોજવામાં આવે છે, પરંતુ આ વખતે કોરોના વાઈરસની મહામારીના પગલે સુપ્રીમ કોર્ટે રથયાત્રા યોજવા ઉપર પ્રતિબંધ મૂકતા વડોદરા ઇસ્કોન મંદિર દ્વારા પણ રથયાત્રા નહી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટના આદેશના પગલે ભગવાન જગન્નાથની 39મી રથયાત્રા યોજવામાં નહી આવે
સુપ્રીમ કોર્ટના આદેશના પગલે ભગવાન જગન્નાથની 39મી રથયાત્રા યોજવામાં નહી આવે

ઇસ્કોન મંદિર દ્વારા 23 જૂન અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની 39મી રથયાત્રા નહી યોજવા માટે નીજ મંદિરમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી હતી. ભગવાન માટે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ રથ તૈયાર કરી દેવામાં આવ્યો હતો.

આ સાથે રથયાત્રા સંબધિત તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો હતો. પરંતુ, સુપ્રીમ કોર્ટ દ્વારા રથયાત્રા સહિત દેશના વિવિધ શહેરોમાં નીકળતી તમામ રથયાત્રાઓ ઉપર પ્રતિબંધ મૂકી દેતા વડોદરાના ઇતિહાસમાં પ્રથમ વખત આ વર્ષે અષાઢી બીજના દિવસે રથયાત્રા નહીં નીકળે. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ સામેથી નગરજનોને દર્શન આપવા માટે નીકળતા હોય છે, પરંતુ કોરોના વાઈરસની મહામારીના કારણે રથયાત્રા નીકળવાની નથી. તેવા સમાચાર વડોદરા શહેરમાં પ્રસરી જતાં શ્રદ્ધાળુઓમાં નિરાશા વ્યાપી ગઇ છે.

ABOUT THE AUTHOR

...view details