હાલમાં 7 વર્ષની માયશા નઈમ મન્સૂરીને બાળ દિવસની ભેટના રૂપમાં એક અજીબ કશ્મકશમાંથી મુક્તિ મળી છે. વડોદરા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે માયશાને ભારતની નાગરિકતા અને ભારતના ગૃહ મંત્રાલયે આપેલું પ્રમાણપત્ર અર્પણ કર્યું હતું, જેની સાથે તેની નાગરિકતા વંચિત-સ્ટેટલેશ હોવાની મુશ્કેલ પરિસ્થિતિનો અંત આવ્યો હતો.
વડોદરા જિલ્લા કલેકટર કચેરીમાંથી મળેલી માહિતી અનુસાર આ દીકરીને ભારતીય નાગરિકતા અપાવવા માટે તેના માતાપિતાએ વર્ષ 2016માં અરજી કરી હતી. તેના માતાપિતા ભારતીય નાગરિક છે અને રોજગારી અર્થે તેમના ઇંગ્લેન્ડમાં ટુંકા ગળાના વસવાટ દરમિયાન તેનો જન્મ થયો હતો. પરિણામે તેને કયાંની નાગરિકતા મળે જેનાથી તે વિકટ પરિસ્થિતિમાં મુકાઈ હતી.