ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરાના વિકાસ માટે ડોનાલ્ડ ટ્રમ્પને આમંત્રણ, જાણો લોકોએ શું કહ્યું? - Vadodara samachar

આપણા ગુજરાતના અમદાવાદમાં જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે આવવાના છે, ત્યારે કરોડોના ખર્ચે રાતોરાત રોડ રસ્તાઓ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા શહેરમાં પણ ડોનાલ્ડ ટ્રમ્પ આવે તો વડોદરાનો પણ વિકાસ થાય તેવી માંગણી સાથે ડોનાલ્ડ ટ્રમ્પને વેલકમ કરતા પ્લેકાર્ડસ બતાવ્યાં હતાં.

aa
વડોદરાના વીકાસ માટે ડોનાલ્ડ ટ્રમ્પને આમંત્રણ

By

Published : Feb 19, 2020, 3:34 PM IST

વડોદરાઃ આપણા ગુજરાતના અમદાવાદમાં જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે આવવાના છે, ત્યારે કરોડોના ખર્ચે રાતોરાત રોડરસ્તાઓ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. હવે વડોદરા શહેરમાં પણ ડોનાલ્ડ ટ્રમ્પ આવે તો વડોદરાનો પણ વિકાસ થાય તેવી માગણી સાથે ડોનાલ્ડ ટ્રમ્પને વેલકમ કરતા પ્લેકાર્ડસ સાથે જનસેવા ગૃપ-વારસિયા વડોદરા દ્વારા હરીશભાઈ કહાર તથા રાજેશભાઈ મનવાણીની આગેવાની હેઠળ વારસિયા ખાતે આવેલ હિરાશક્તિ ઝુંપડપટ્ટી પાસે સૂત્રોચ્ચાર કર્યા હતાં.

વડોદરાના વીકાસ માટે ડોનાલ્ડ ટ્રમ્પને આમંત્રણ

હરીશભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, આ વિસ્તાર સતત ભાજપને મતો આપી જીતાડતું આવ્યું છે. તેમ છતાં છેલ્લા પચ્ચીસ વર્ષોથી અહીં કાઉન્સિલરો કે, ધારાસભ્યોએ વિકાસ કર્યો નથી, ત્યારે હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વડોદરા આવે તો અહીં પણ ઝડપી વિકાસ થઇ જાય બાકી વેરો ભરતી જનતાને સ્માર્ટ સિટી બનાવનારા સુવિધાઓથી વંચિત રાખી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details