ગુજરાત

gujarat

ETV Bharat / state

VMCએ 100 કરોડ રૂપિયાના બોન્ડ બહાર પાડ્યા, 36 રોકાણકારોએ દાખવ્યો રસ - વડોદરા મહાનગર પાલિકા બોન્ડ

તળિયા ઝાટક તિજોરી ધરાવતી વડોદરા મહાનગરપાલિકાએ (Bonds Issued to Vadodara Corporation) 100 કરોડ રૂપિયાના બોન્ડ બહાર પાડ્યા છે. તેમાં સત્તાવાર BSEની વેબસાઈટ પર બોન્ડ પ્લેસમેન્ટ (Vadodara Bond Placement) કરવામાં આવ્યા હતા.

વડોદરા કોર્પોરેશનના 100 કરોડના બોન્ડ બહાર પાડતા 36 રોકાણકારોએ દાખવ્યો રસ
વડોદરા કોર્પોરેશનના 100 કરોડના બોન્ડ બહાર પાડતા 36 રોકાણકારોએ દાખવ્યો રસ

By

Published : Mar 25, 2022, 9:15 AM IST

અમદાવાદ : વડોદરા મનપાએ વિકાસના કામ કરવા માટે 100 કરોડના બોન્ડ (Bonds issued to Vadodara Corporation) બહાર પાડવાની મંજૂરી સેબી પાસે માંગી હતી. જેમાં 16 કંપનીઓએ રસ ધરાવતા સેબીએ મંજૂરી આપતા સત્તાવાર રીતે 100 કરોડના બોન્ડ BSE વેબસાઈટ પર ઓનલાઇન પ્લેસમેન્ટ કરવામાં આવ્યું હતું. જેમાં ફક્ત એક કલાકમાં જ 1007 કરોડનું રોકાણ દ્વારા 36 જેટલા બીડરોએ કર્યું હતું. જે દેશની તમામ પાલિકાઓ કરતા સૌથી વધુ સબસ્ક્રિપ્શન ધરાવતી વડોદરા મહાનગરપાલિકા બની છે.

વડોદરા કોર્પોરેશનના 100 કરોડના બોન્ડ બહાર પાડતા 36 રોકાણકારોએ દાખવ્યો રસ

આ પણ વાંચો :ડાકોર મંદિરને ભેટ સ્વરૂપે મળેલા સોનાનું ગવર્મેન્ટ ગોલ્ડ બોન્ડમાં રોકાણ

"બોન્ડનો મતલબ સત્તાધીશો નિષ્ફળ" - મેયરનું કહેવું છે કે, આ નાણાંનો ઉપયોગ પાણી પુરવઠાના મહત્વના કામો માટે તેમજ અમિત નગર પાસે APS, અન્ડર ડ્રેનેજની કામગીરી પાછળ વાપરવામાં આવશે. સમગ્ર મામલે વિપક્ષનું કહેવું છે કે, વડોદરા શહેરમાં કરોડાના પ્લોટો પડેલા કોર્પોરેશનના. આ ઉપરાંત કહ્યું કે, સત્તાધીશો પોતાની જ સરકાર પાસેથી નાણાં મેળવી શકતા નથી. અને બોન્ડ બહાર (Vadodara Bond Placement) પાડવાનો મતલબ કે સત્તાધીશો નિષ્ફળ ગયા છે.

આ પણ વાંચો :DPS સ્કૂલ: ગુજરાત હાઈકોર્ટે હિતેન વસંત અને અનિતા દુઆના આગોતરા જામીન મંજૂર કર્યા

સૌથી ઓછી બીડ 7.15 ટકા - મહત્વનું છે કે, 100 કરોડના બોન્ડ પાડવાની સાથે જ 16 કંપનીઓએ રસ ધરાવતા ઓનલાઇન પ્લેસમેન્ટ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સૌથી વધુ બીડ 100 કરોડની અને સૌથી ઓછી બીડ 7.15 ટકાની હતી. આ ઉપરાંત (Listing of Vadodara Bonds) આગામી 30 માર્ચે BSE પર બોન્ડનું લિસ્ટિંગ થશે.

ABOUT THE AUTHOR

...view details