વડોદરા :આજે આંતરાષ્ટ્રીય મ્યુઝિયમ ડે છે, ત્યારે વડોદરાના પ્રતાપનગર સ્થિત આવેલા રેલવે હેરિટેજ મ્યુઝિયમ ખુબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ મ્યુઝિયમની સ્થાપના વર્ષ 1997માં કરવામાં આવી હતી. આ મ્યુઝિયમ સાથે રોલિંગ સ્ટોક પાર્ક લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ મ્યુઝિયમમાં રેલવેને લગતી 150 વર્ષ જૂની તેમજ અમૂલ્ય વસ્તુઓનો સંગ્રહ જોવા મળી રહ્યો છે. અહીં વર્ષ 1836ના રોડ રોલર અને 1874માં બનેલ હેન્ડ ક્રેઇન, નેરોગેજ ટ્રેનના એન્જિન, કોચને ફેરવનારી ટર્ન ટેબલ અને ડાયમંડ ક્રોસિંગ જેવો અમૂલ્ય વારસો ધરાવતી વસ્તુઓ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે.
ભારતીય રેલવેમાં સૌથી વધુ નેરોગેજ લાઇનનો રેકોર્ડ વડોદરા ડિવિઝન પાસે છે. અલબત્ત, હાલમાં મોટા ભાગના રેલ ખંડોનું ગેજ પરિવર્તન કાર્ય સ્વીકાર્ય છે, તેમજ તેને મોટી લાઇનમાં બદલવાની કામગીરી ઝડપથી પૂરી કરવામાં આવી રહી છે. નેરોગેજનો અનોખો તેમજ અમૂલ્ય વારસો જાળવી રાખવાનું કાર્ય વડોદરા મંડળ દ્વારા કરવામાં આવ્યું છે, જે અનુકરણીય છે. વડોદરા શહેર અને પશ્ચિમ રેલવેની શાન એવું આ મ્યુઝિયમ અને હેરિટેજ પાર્ક પરિસરમાં 150 વર્ષથી પણ વધારે જૂની તેમજ અમૂલ્ય વસ્તુઓનો અદ્ભુત સંગ્રહ છે. તથા આને જોવા આવનારા લોકો તેને જોઇને અભિભૂત થઇ જાય છે.- ભજનલાલ મીણા (ડિવિઝનના મિકેનીકલ એન્જિનિયર)
દુર્લભ ચીજ વસ્તુઓનો સંગ્રહ :આ ઉપરાંત, હેરિટેજ મ્યુઝિયમમાં દુર્લભ નકશા અને ટ્રેન ટાઇમ ટેબલ, હેન્ડ જનરેટર, વાદ્યયંત્ર, વોલ ક્લોક, ઘંટ, ટેલિગ્રાફ ઉપકરણ, વિવિધ પ્રકારના બેજીસ, રોચક ફોટોગ્રાફ તેમજ ડીઝલ એન્જિનના વર્કિંગ મોડલ સહિત સ્ટીમ એન્જિનની કાર્ય શૈલી દર્શાવતા મોડલ, રાજશાહી કટલરી અને રોલિંગ સ્ટોક પાર્કમાં ઇ.સ.1836ના રોડ રોલર અને 1874માં બનેલ હેન્ડ ક્રેઇન તથા નેરોગેજ ટ્રેનના એન્જિન અને કોચને ફેરવનારી ટર્ન ટેબલ અને ડાયમંડ ક્રોસિંગ જેવો અમૂલ્ય વારસો ધરાવતી વસ્તુઓ જોનારાઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.
અમને ખુબ સારું લાગ્યું છે. અહીં જુના લેમ્પ અને મશીનરી છે. ઘડિયાળ અને વિવિધ ટાઇમટેબલ ખુબ જોવાની મજા પડી હતી. આ રેલવેના જુના બ્રિજગેજ અને હાલમાં તેનું કેટલું અંતર હતું અને હાલમાં જેટલું છે તે વિશેની માહિતી મેળવી હતી. - શિરોયા મીરાય (મુલાકાતી)