ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા કલેક્ટરે વાવાઝોડાને પગલે તંત્રને સાવધાન સાથે તમામ પગલા લેવાની સૂચના આપી

સંભવિત વાવાઝોડાની શહેર અને જિલ્લામાં અસરની શક્યતાને અનુલક્ષીને વહીવટી તંત્ર સાવધાન બન્યું હતુ. જેના પગલે કલેક્ટરે તંત્રને સાવધાન કરવાની સાથે તકેદારીના તમામ પગલાં લેવા સૂચના આપી હતી.

તંત્રને સાવધાન સાથે તમામ પગલા લેવાની સૂચના આપી
તંત્રને સાવધાન સાથે તમામ પગલા લેવાની સૂચના આપી

By

Published : Jun 4, 2020, 4:32 AM IST

વડોદરા : રાજ્ય સહિત જિલ્લામાં તારીખ 2 જૂનથી 5 જૂન દરમિયાન વાવાઝોડાની અસર ઓછા પ્રમાણમાં પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેને અનુલક્ષીને કલેકટર શાલિની અગ્રવાલે જિલ્લા, તાલુકા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા તંત્રને સાવધાન કરવાની સાથે તકેદારીના તમામ પગલાં લેવાની સૂચના આપી હતી

તંત્રને સાવધાન સાથે તમામ પગલા લેવાની સૂચના આપી

હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર શહેરમાં 2 જૂનના રોજ તોફાની પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત 3 અને 4 જૂનના રોજ વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની પવનો ફૂંકાઈ શકે છે. જેમાં પવનનો વેગ 40 કિમી પ્રતિ કલાકથી ઓછો રહેવાની સંભાવના છે. જેને અનુલક્ષીને કલેક્ટરે તમામ સંબંધિત વિભાગોને સતર્ક રહેવાની સાથે જિલ્લા નિયંત્રણ કક્ષાને સતત કાર્યરત રાખવા અને તાલુકા સ્તરે સંપર્ક અને સંકલન જાળવવા સૂચના આપી હતી. આ વચ્ચે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ તંત્રને સતર્કતાની સાથે જિલ્લા વહીવટી તંત્ર સાથે સંપર્ક અને સંકલન જાળવવા અનુરોધ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details