વડોદરા : વડોદરામાં પશ્ચિમ રેલવેના ઇલેક્ટ્રીક લોકોમોટિવમાં લગાવી રહેલા કેમેરાને ક્રુ વોઇસ એન્ડ વિડીયો રેકોર્ડીંગ સિસ્ટમના નામથી ઓળખાશે. એન્જીનમાં 8-8 કેમેરા લાગશે. દરેક એન્જીનમાં બે કેબીન હોય છે, જેમાં બે-બે કેમેરા કેબીનમાં, જ્યારે એક-એક બહારની બાજુ ફલેશ (Cameras in Vadodara Loco Shed Engine) લાઈટ પાસે લગાવી રહ્યા છે. તો એન્જીનની છત પર બે કેમેરા લગાવવામાં આવી રહ્યા છે. કેબીનમાં લાગેલા કેમેરા લોકો પાયલટની ગતિવિધિ અને અવાજ રેકોર્ડ કરશે. જ્યારે બહારના કેમેરો સિગ્નલ, ઓએચઇ અને અન્ય પરિસ્થિતિ રેકોર્ડ કરશે.
ડ્રાઇવર અને સહાયક ડ્રાઇવરની તમામ ગતિવિધિ નજર રાખી શકાશે
કેમેરા લગાવાનો આશ્રય સિગ્નલમાં ગરબડ, ઓવરહેડ તૂટવા કે અન્ય અકસ્માતની સ્થિતિ પહેલેથી (Camera in Western Railway in Vadodara) જાણી લેવાનો છે. આ રીતે ડ્રાઇવરના કેબીનમાં લાગેલા કેમેરામાં ટ્રેનના સફર વેળા ડ્રાઇવર અને સહાયક ડ્રાઇવરની સ્ટેશન કંટ્રોલથી થનારી વાતની વિગતો પણ મળશે. તે ઉપરાંત ડ્રાઇવર અને સહાયક ડ્રાઇવરની તમામ ગતિવિધિ પર પણ નજર રાખી શકશે. એક એન્જિનમાં કેમેરા (Cameras in Railway Engines) લગાવવાનો ખર્ચ 1,04,338 છે. કેમેરાની સ્ટોરેજ ક્ષમતા 2 ટેરાબાઈટ છે અને ફૂટેજ 90 દિવસ સુધી સેવ કરી શકાશે.