ગુજરાત

gujarat

ETV Bharat / state

Liquor mafia: વડોદરામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો, દારૂનો જથ્થો એમપીથી મંગાવ્યો હતો - Vadodara liquor

વડોદરાના કરજણ વેમારડી ગામની સીમમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ જથ્થો ઝડયાયો છે. પોલીસને બાતમી મળી હતી. બાતમીના આધારે તપાસ કરતા દારૂ જથ્થો ઝડપાયો હતા.

Liquor mafia: વડોદરામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો, દારૂનો જથ્થો એમપીથી મંગાવ્યો હતો
Liquor mafia: વડોદરામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો, દારૂનો જથ્થો એમપીથી મંગાવ્યો હતો

By

Published : Jan 21, 2023, 9:01 AM IST

વડોદરા:ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે તેવું કહેવું હવે ખોટું નથી. કેમકે રોજ દારૂનો જથ્થાઓ પકડાઇ રહ્યા છે. જોકે બીજી બાજૂ પોલીસની કામગીરીના વખાણ કરવા જોઇએ. કેમકે રોજ દારૂ પકડાઇ રહ્યો છે જેમાં પોલીસનું ચેંકિગ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. ફરી વાર વડોદરામાં દારૂનો જથ્થો પકડાયો હોવાની માહિતી મળી છે.

Liquor mafia: વડોદરામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો, દારૂનો જથ્થો એમપીથી મંગાવ્યો હતો

વધી રહ્યા છે દારૂડિયા:અવાર નવાર દારૂના જથ્થા પકડાઇ રહ્યા છે તેની પાછળનું કારણ એ પણ છે કે ગુજરાતમાં દારૂ પિવા વાળા લોકોમાં વધારો થયો છે. જેના કારણે સતત દારુ મંગવામાં આવી રહ્યો છે. આજનું યુવાધન દારૂના રવાડે ચડ્યું છે એવું કહેવું પણ ખોટું નથી. જોકે પોલીસ પોતાની રીતે કામગીરી કરી રહી છે.

ખેડૂતના ખેતરના કુવા:કરજણના વેમારડી ગામની સીમમાં આવેલ એક ખેડૂતના કૂવા નજીકની સીમમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. મળતી માહિતી મુજબ કરજણ પોલીસને બાતમીદાર પાસેથી ચોક્કસ બાતમી મળી હતી કે, કરજણ તાલુકાના વેમારડી ગામની સીમમાં એક ખેડૂતના ખેતરના કુવા ઉપર દિવાન બાગડીયાએ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો એમ.પી તરફથી મંગાવેલ છે.

આ પણ વાંચો Bhavnagar Crime: ગજબનો ભેજાબાજ, પાઈપની પાછળ છુપાવ્યા હતા દારૂના ખોખા

નાકાબંધી કરાઈ:પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, રાત્રિના સમયે કરજણના વેમારડી ગામે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો આવનાર છે. જે બાતમીના આધારે કરજણ પોલીસના જવાનોએ નાકાબંધી કરી હતી. આવનાર વાહનોની તલાસી લેતા સદર બાતમી વાળી એક બોલેરો ગાડી આવી પહોંચતા તેને કોર્ડન કરી તેની તલાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

આ પણ વાંચો નવસારી જિલ્લામાં smc અને cid ક્રાઇમ ની ટીમોની મોટી રેડ 4.35 લાખનો દારૂ ઝડપી પાડ્યો

મુદ્દામાલ કબજે: પોલીસને બાતમી મળી હતી. બાતમીના આધારે તપાસ કરવામાં આવી હતી. જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કરજણ પોલીસે વિદેશી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો અને એક બોલેરો કાર બધાં મળી કુલ રૂપિયા 5,43,000 મુદ્દામાલ કબજે કર્યો હતો. અને પ્રોવિબિશન એક્ટ મુજબની કલમો હેઠળ કાયદેસરનો ગુનો નોંધી તેઓની સામે કાયદેસરની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details