ભારતીય ટીમે બેટીંગ કરતાં પ્રિયા પુનીયાએ આઉટ થયા વિના 75 રન ફટકાર્યા છે. જેમીમાહે 55 રન કરતા ભારતીય ટીમ વિજેતા થઈ છે. ભારતીય ટીમ 165 રન ચેઝ તકતાં 41.4 ઑવરમાં પૂરા કરી દીધા હતા અને દક્ષિણ આફ્રિકાની ટીમ સામે શઆનદાર જીત મેળવી છે.
ભારતીય બોલર ઝુલન ગોવસ્વામીએ 3 વિકેટ, શિખા પાંડેએ 2, એક્તા બેશ્તે 2, પૂનમ યાદવે 2, દિપ્તી શર્માએ એક વિકેટ લીધી હતી. દક્ષિણ આફ્રિકાને 45 ઓવરમાં 164 રન પર ભારત ઓલઆઉટ કરી હતી. પ્રથમ વનડેમાં સ્મૃતિ મંધના ઈજાગ્રસ્ત હોવાથી ટીમમાં સામેલ કરવામાં આવી નથી.
દક્ષિણ આફ્રિકા તરફથી મરીઝને કપ્પે હાફ સેન્ચુરી ફટાકારી હતી અને લૌરા વોલ્વાર્ડએ 39 રનની ઈનિંગ રમી હતી. બાકીના બેટ્સમેને ભારતીય બોલર સામે સરેન્ડર કર્યું હતું.