ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં મ્યુકરમાઈકોસીસના દર્દીઓમાં વધારો, એક મોત નહિ

વડોદરામાં મ્યુકરમાઈકોસીસના દર્દીઓમાં દિવસેને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે. સયાજી હોસ્પિટલના ENT વિભાગને મ્યુકરમાઈકોસીસના વોર્ડમાં ફેરવવામાં આવ્યો છે. SSG હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસીસના 110 દર્દીઓ સારવાર હેઠળ હોવાનું નોંધાયુ હતું.

મ્યુકરમાઈકોસીસના દર્દીઓમાં વધારો
મ્યુકરમાઈકોસીસના દર્દીઓમાં વધારો

By

Published : May 19, 2021, 12:33 PM IST

  • સયાજી હોસ્પિટલમાં પણ મ્યુકરમાઈકોસીસના દર્દીઓમાં વધારો નોંધાયો
  • SSGમાં 6 દર્દીઓ એડમિટ, 10 દર્દીઓની સર્જરી હાથ ધરવામાં આવી
  • હોસ્પિટલના ENT વિભાગને મ્યુકરમાઈકોસીસના વોર્ડમાં ફેરવવામાં આવ્યો

વડોદરા :શહેરમાં મ્યુકરમાઈકોસીસના દર્દીઓમાં દિવસેને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે. તેવામાં શહેરની સયાજી હોસ્પિટલમાં પણ મ્યુકરમાઈકોસીસના દર્દીઓમાં વધારો નોંધાયો છે. SSGમાં વધુ 6 દર્દીઓ એડમિટ થયા હતા. જેની સામે કુલ 10 દર્દીઓની સર્જરી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો : રાજકોટમાં મ્યુકોરમાઈકોસીસના 200થી વધુ કેસ, અત્યાર સુધીમાં 3ના મોત

મ્યુકરમાઈકોસીસના 110 દર્દીઓ સારવાર હેઠળ હોવાનું નોંધાયુસયાજી હોસ્પિટલના ENT વિભાગને મ્યુકરમાઈકોસીસના વોર્ડમાં ફેરવવામાં આવ્યો છે. અત્યાર સુધીએ SSG હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસીસના 110 દર્દીઓ સારવાર હેઠળ હોવાનું નોંધાયુ હતું. જેની સામે વધુ 6 દર્દીઓ દાખલ થયા હતા. જેમાં 10 દર્દીઓની બાયોપ્સી કરવામાં આવી હતી. જેને લેબોરેટરીમાં તપાસાર્થે મોકલવામાં આવ્યા હતા.

મ્યુકરમાઈકોસીસની સારવાર દરમિયાન એક પણ દર્દીનું મોત નથી થયું

સયાજી હોસ્પિટલમાં દાખલ થયેલા મ્યુકરમાઈકોસીસના દર્દીઓ પૈકી 10 દર્દીઓની લોકલ એનેસ્થેશીયા આપીને સર્જરી કરાઈ હતી. જ્યારે મ્યુકરમાઈકોસીસના સારવાર દરમિયાન એક પણ દર્દીનું આજે મોત થયું નથી. કોઈને ડિસ્ચાર્જ પણ આપવામાં આવ્યો નથી.

મ્યુકરમાઈકોસીસના દર્દીઓમાં વધારો

આ પણ વાંચો : જામનગરમાં મ્યુકોરમાઈકોસીસ સારવાર લઈ રહેલા 10 જેટલા કોવિડ દર્દીઓના મોત

વિશેષ તજજ્ઞોની ટીમ દર્દીઓની સારવારમાં દિનરાત વ્યસ્ત

ગઇકાલે કોઈપણ દર્દીની આંખોની સર્જરી કરવામાં આવી ન હતી. તેમજ એકપણ દર્દી જનરલ એનેસ્થેશીયા આપવામાં આવ્યો ન હતો. જ્યારે સયાજી હોસ્પિટલનું તંત્ર આ રોગની સામે ખડેપગે છે અને વિશેષ તજજ્ઞોની ટીમ દર્દીઓની સારવારમાં દિનરાત વ્યસ્ત રહે છે. જ્યારે કેસો વધતા શરૂ કરવામાં આવેલા વોર્ડમાં દર્દીઓ વધવા લાગ્યા છે.

ABOUT THE AUTHOR

...view details