વડોદરા: કોરોનાં વાઈરસની વૈશ્વિક મહામારીને કારણે 4થા તબક્કાનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સહિત લોકડાઉનમાં ફરજ અદા કરતાં સરકારી કર્મચારીઓ પણ દયનિય પરિસ્થિતિમાં મુકાયા છે. ઘરે રહેતા કેટલાક લોકો માનસિક તાણ અનુભવી રહ્યા છે.
વડોદરા: વ્યકિત સસ્તા અનાજની દુકાનમાં ઢળી પડ્યો, અનેક તર્ક-વિતર્ક - વડોદરામાંં કનટેન્ટમેન્ટ ઝોન
વડોદરાના જયરત્ન ચાર રસ્તા રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી ગાડીનો ચાલક નજીકની સસ્તા અનાજની દુકાન પર ઢળી પડ્યો હતો. જેથી લોકોમાં અનેક તર્ક વિતર્કો સર્જાયા હતાં.
બીજી તરફ મંગળવારે શહેરના જયરત્ન ચારરસ્તા રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી એક બોલેરો કારનો ચાલક સસ્તા અનાજની દુકાને કારીયાણું લેવા જતાં દુકાનમાં જ ઢળી પડ્યો હતો.
જેને લઈ દુકાન ધારકનો જીવ પડીકે બંધાયો હતો. આ અંગે 108ને જાણ કરવામાં આવતા 108 ના કર્મચારીઓ તત્કાલ ઘટના સ્થળે દોડી ગયા હતા અને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. સુત્રો દ્વારા જાણવા મળ્યુ હતું કે, આ ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી બોલેરો કારનો ડ્રાઇવર નશાની હાલતમાં હોવાની ઢળી પડ્યો હતો.