ગુજરાત

gujarat

ETV Bharat / state

2 brothers attempt suicide: બે જોડિયા ભાઈઓએ કર્યો આપઘાતનો પ્રયાસ, એક ભાઈનું થયું મૃત્યું - વડોદરામાં જોડિયા ભાઈઓએ આત્મહત્યા કરી

વડોદરામાં બે જોડિયા ભાઈઓએ એક સાથે આત્મહત્યા(2 brothers attempt suicide) કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. જીવન ટૂંકાવવાના આ પ્રયાસમાં એક ભાઈ મોતને ભેટ્યો(twin brothers suicide In Vadodara) હતો જ્યારે બીજો ભાઈ હોસ્પિટલમાં જીવન મરણની વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.

2 brothers attempt suicide: બે જોડિયા ભાઈઓએ કર્યો આપઘાતનો પ્રયાસ, એક ભાઈનું મોત
2 brothers attempt suicide: બે જોડિયા ભાઈઓએ કર્યો આપઘાતનો પ્રયાસ, એક ભાઈનું મોત

By

Published : Dec 15, 2021, 8:45 AM IST

  • ધોરણ 12 સાયન્સમાં ભણતાં જોડિયા ભાઈઓએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
  • એક ભાઈનું મૃત્યું નીપજ્યું તો બીજા ભાઈ ગંભીર હાલતમાં
  • બે દિવસ બાદ બંનેની હતી પરીક્ષા, પરીક્ષાના ડરે જીવન ટૂંકાવવાનો પ્રયાસઃ અનુમાન

વડોદરાઃ વડોદરા શહેરમાં અવાર નવાર આત્મહત્યાના બનાવો બનતા હોય છે ત્યારે ફરી એકવાર આવો જ એક બનાવ ન્યુ અલકાપુરી વિસ્તારમાં આવેલ સાંતન એપાર્ટમેન્ટમાં બન્યો છે. સાંતન એપાર્ટમેન્ટમાં રહેતા બે જોડિયા ભાઈઓએ એક સાથે જીવન ટૂંકાવવાનો(2 brothers attempt suicide) પ્રયાસ કર્યો હતો. આત્મહત્યાનો પ્રયાસ દરમિયાન એક ભાઇનું ઘટના સ્થળે મોત નિપજ્યું(twin brothers suicide In Vadodara) હતું, જ્યારે બીજા ભાઈની હાલત ગંભીર હોવાથી સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

એક જ પંખે એક સાથે ગળે ફાંસો ખાધો

મળતી માહિતી મુજબ આ બંન્ને જોડિયા ભાઈઓ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા હતા. જેમના માતા-પિતા શિક્ષક-શિક્ષિકા હતા. બંન્ને જોડિયા ભાઈઓએ પોતાના ઘરે સ્ટડીરૂમમાં એક જ પંખે એક સાથે ગળે પાસે ફાંસો ખાધો હતો. બનાવની જાન લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનને થતા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની ટીમ(vadodara police case in suicide) ઘટના સ્થળે આવી પહોંચી અને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બંને જોડીયા ભાઇઓની બે દિવસ બાદ પરીક્ષાના ડરને લઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોય તેવું પોલીસ દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ લક્ષ્મીપુરા પોલીસે આ બનાવનો ગુનો નોંધી વધુ(vadodara suicide case) કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Vadodara Rape Suicide Case: પોલીસ ઓએસિસ સંસ્થાના અગ્રણીઓની કરશે પૂછપરછ

આ પણ વાંચોઃ Vadodara Rape Suicide Case: મારી પુત્રીના મોત પાછળ ઓએસિસ સંસ્થા જવાબદાર, માતાપિતાનો આક્ષેપ

ABOUT THE AUTHOR

...view details