ગુજરાત

gujarat

ETV Bharat / state

Income Tax Raid : વડોદરામાં આવકવેરા વિભાગે 25 સ્થળે ધામા નાખ્યાં, કરોડોનું બિનહિસાબી નાણું બહાર આવવાની શક્યતા - Black Money in Vadodara

વડોદરા શહેરમાં આવકવેરા વિભાગે (Income Tax Red) વિવિધ સ્થળો પોલીસ બંદોબસ્ત સાથે 25 સ્થળોએ દરોડા કામગીરી હાથ ધરી છે. દરોડા દરમિયાન કરોડો (Income Tax Department Raids in Vadodara) રૂપિયાનું બેનામી કાળું નાણું બહાર આવવાની શક્યતા છે.

Income Tax Raid : વડોદરામાં આવકવેરા વિભાગે 25 સ્થળે ધામા નાખ્યાં, કરોડોનું બિનહિસાબી નાણું બહાર આવવાની શક્યતા
Income Tax Raid : વડોદરામાં આવકવેરા વિભાગે 25 સ્થળે ધામા નાખ્યાં, કરોડોનું બિનહિસાબી નાણું બહાર આવવાની શક્યતા

By

Published : Feb 24, 2022, 1:47 PM IST

Updated : Feb 25, 2022, 10:01 AM IST

વડોદરા : વડોદરા શહેરમાં લાંબા સમય બાદ આવકવેરા વિભાગે (Income Tax Raid) વિવિધ સ્થળો પર પોલીસ બંદોબસ્ત સાથે વહેલી સવારથી દરોડા પાડ્યા છે. જેમાં બિલ્ડર ગ્રુપ, આર્કિટેક્ટ, રેલવેના એક અધિકારીના નિવાસસ્થાન, ઓફિસો, કન્સ્ટ્રક્શન સાઇટ સહિત 25 સ્થળો દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન કરોડો રૂપિયાનું બેનામી કાળું નાણું (Black Money in Vadodara) બહાર આવવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

સામૂહિક દરોડા પાડ્યા

મળતી માહિતી મુજબ આગામી માર્ચ માસના અંત સુધીમાં નિર્ધારીત લક્ષ્યાંક પૂરો કરવા માટે આવકવેરા વિભાગ (Income Tax Department Raids in Vadodara) દ્વારા દરોડાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આજે વડોદરાના જાણીતા બિલ્ડર ગ્રુપના ભાગીદારોના સેવાસી, અલકાપુરી વિસ્તાર, કન્સ્ટ્રક્શન સાઇટ, તેમજ જાણીતા આર્કિટેક્ટ રૂચિર શેઠ, મનીષ ચોકડી પાસે આવેલી ઓફિસ તેમજ રેલવેના એક અધિકારી પિતા-પુત્રના નિવાસ સ્થાને મળી 25 ઉપરાંત સ્થળો ઉપર આવકવેરા વિભાગની ટીમોએ સામૂહિક દરોડા પાડ્યા હતાં.

આ પણ વાંચો : આવકવેરા વિભાગના કર્મચારીઓની હડતાલ મોકૂફ

દસ્તાવેજો, બેંક પાસબુક સહિત કેટલીક વસ્તુઓ કબજે

વહેલી સવારે આવકવેરા વિભાગની ટીમો પોલીસ બંદોબસ્ત સાથે બિલ્ડર ગૃપો, આર્કિટેક્ટ અને રેલવે અધિકારીની નિવાસસ્થાન અને ઓફિસોમાં ત્રાટકતા બેનામી કાળું નાણું એકઠું કરનાર બિલ્ડર, આર્કિટેક તેમજ રેલવે અધિકારી પિતા-પુત્રને પરસેવો છૂટી ગયો હતો. આવકવેરા વિભાગે બિલ્ડર ભાગીદારો, આર્કિટેક્ટ અને રેલવે અધિકારીના નિવાસ સ્થાન અને ઓફિસમાંથી વાંધાજનક દસ્તાવેજો, બેંક પાસબૂક સહિતના દસ્તાવેજો કબજે કર્યા હતા. આવકવેરા વિભાગને દરોડા દરમિયાન બિનહિસાબી રોકડ, જર ઝવેરાત પણ હાથ લાગ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, આ અંગે આવકવેરા વિભાગ દ્વારા સમર્થન આપવામાં આવ્યું નથી.

આ પણ વાંચોઃ 7 જૂને આવકવેરા વિભાગનું નવું પોર્ટલ લોન્ચ થશે, કરદાતાઓના કામકાજ થશે સરળ

દરોડાની કામગીરી મોડી રાત સુધી ચાલે તેવી શક્યતા

મળેલી માહિતી મુજબ આવકવેરા વિભાગ દ્વારા વહેલી સવારથી જાણીતા બિલ્ડર ગ્રુપના વર્તમાન તથા પૂર્વ ભાગીદારો, આર્કિટેક રૂચિર શેઠ, કૃપેશ, મુકેશ અગ્રવાલ અને રીન્કુ નામના બિલ્ડરોના નિવાસ સ્થાનો, ઓફિસો તેમજ કન્સ્ટ્રક્શન સાઇટ સહિત 25 (Income Tax raid at 25 Places in Vadodara) ઉપરાંત સ્થળોએ દરોડા પાડતા બિલ્ડર લોબીમાં ચકચાર મચી ગઇ હતી. દરોડાને પગલે બેનામી આવક એકઠી કરીને બેઠેલા ધંધાદારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ દરોડાની કામગીરી મોડી રાત સુધી ચાલે તેવી શક્યતા છે. અને દરોડા દરમિયાન કરોડો રૂપિયાની બિનહિસાબી આવક બહાર આવે તેવી શક્યતા છે.

Last Updated : Feb 25, 2022, 10:01 AM IST

ABOUT THE AUTHOR

...view details