ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં વન વિભાગે દરોડો પાડીને 3 વન્ય પ્રાણીને કબ્જે કર્યા - Wildlife SOS

વડોદરા કિશનવાડી વિસ્તારમાં આવેલી મહાકાળી સોસાયટીમાં વનવિભાગની ટીમે દરોડા પાડ્યા હતા. જેથી તપાસ બાદ ઘરમાં રખાયેલા 3 વન્ય પ્રાણીને કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વડોદરામાં વન વિભાગે દરોડો પાડીને 3 વન્ય પ્રાણીને કબ્જે કર્યા
વડોદરામાં વન વિભાગે દરોડો પાડીને 3 વન્ય પ્રાણીને કબ્જે કર્યા

By

Published : Oct 25, 2020, 10:50 AM IST

  • વડોદરા મહાકાળી સોસાયટીમાં વનવિભાગે દરોડો
  • પાંજરામાં રાખવામાં આવેલા પોપટને વન વિભાગે કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી
  • વન વિભાગે દરોડા પાડી પ્રતિબંધિત વન્યજીવને છોડાવ્યા

વડોદરાઃ કિશનવાડી વિસ્તારમાં આવેલી મહાકાળી સોસાયટીમાં વન વિભાગે દરોડો પાડીને ઘરમાં રખાયેલા 3 કાચબા અને પોપટને કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.મકાનમાં વન્ય પ્રાણીને રાખવા પર પ્રતિબંધ છે. છતાં ત્રણ સ્ટાર કાચબા અને પાંજરામાં પોપટને રાખવામા આવ્યા હતા. વન વિભાગની ટીમ દ્વારા દરોડા પાડી વન્યજીવને કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

વન વિભાગ દરોડો પાડીને તપાસ

ગુજરાત એસ.પી.સી.એ સંસ્થા અને વાઈલ્ડ લાઈફ SOS રાજ ભાવસારને માહિતી મળી હતી કે, વડોદરા શહેરના કેટલાક વિસ્તારોં ઘરોમાં પ્રતિબંધિત વન્યજીવ રાખવામાં આવ્યા છે. જે માહિતીના આધારે વડોદરા વન વિભાગે એક ટીમ બનાવીને કિશનવાડી વિસ્તારમાં આવેલ મહાકાળી સોસાયટીમાં દરોડો પાડીને તપાસ કરતા એક મકાનમાંથી 3 સ્ટાર કાચબા અને પાંજરામાં પુરી રાખેલા પોપટને કબ્જે કર્યા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી. વન્યજીવ કાયદા હેઠળ કાચબા, પોપટ વગેરેને ઘરમાં પૂરી રાખવા પર પ્રતિબંધ છે. છતાં અનેક લોકો ઘરમાં રાખે છે,ત્યારે આવા વન્યજીવોને વન વિભાગને સુપ્રત કરવા જણાવ્યું હતુ.

ABOUT THE AUTHOR

...view details