ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં ઇદ પર મુસ્લિમ સમાજના લોકોએ ઘરમાં જ રહી નમાઝ અદા કરી - ઈદની ઉજવણી

વડોદરામાં લોકડાઉન 4.0 ના નિયંત્રણો અને બજાર ખુલ્લા રાખવા માટે અપાયેલી છૂટછાટ વચ્ચે આજે મુસ્લિમ સમાજ દ્વારા સોશિયલ ડિસ્ટનસિંગ સાથે ઘરમાં જ રહી નમાઝ અદા કરી ઈદની ઉજવણી કરવામાં આવી હતી.

વડોદરામાં ઇદ પર મુસ્લિમ સમાજના લોકોએ ઘરમાં જ રહી નમાઝ અદા કરી
વડોદરામાં ઇદ પર મુસ્લિમ સમાજના લોકોએ ઘરમાં જ રહી નમાઝ અદા કરી

By

Published : May 25, 2020, 1:30 PM IST

વડોદરાઃ કોવિડ 19 ને ફેલાતો અટકાવવા માટે વડોદરા શહેરની 153 મસ્જિદોમાં સમૂહમાં નમાઝ અદા કરવા અને ઈદગાહ મેદાનમાં પણ સમૂહમાં નમાઝ અદા કરવા પર પ્રતિબંધ હોવાથી મુસ્લિમ બિરાદરોએ ઘરમાં રહીને જ નમાઝ અદા કરી સાદગીપૂર્ણ રીતે ઈદની ઉજવણી કરી હતી.

વડોદરામાં ઇદ પર મુસ્લિમ સમાજના લોકોએ ઘરમાં જ રહી નમાઝ અદા કરી

નગર સેવક ફરીદ કટપીસવાલાએ પણ પોતાના નિવાસસ્થાને ખાસ સોશિયલ ડિસ્ટનસિંગ રાખી ઈદની નમાજ અદા કરી એક બીજાને ઈદ મુબારકબાદી પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે,કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા માટે ખાસ ઈદને લઈ વડોદરા શહેર પોલીસે મુસ્લિમ સમાજને ઘરમાં રહીને નમાઝ અદા કરવા અપીલ કરી હતી. જેને શહેરના મુસ્લિમ બિરાદરોને માન્ય ગણી ઘરમાં જ નમાઝ અદા કરી પોલીસ દ્વારા કરાયેલી અપીલનું પાલન કર્યું હતું. અને કોરોનાં મહામારી દૂર થાય તેવી દુઆ મુસ્લિમ બિરાદરોએ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details