વડોદરાશહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ (Sama Sports Complex) ખાતે પિટ્ટુ ચેમ્પિયનશિપ 2022નું રાષ્ટ્રીય સ્તરે (Pittu Championship 2022 inauguration) આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાસ વિજયવર્ગીયના (BJP Kailash Vijayvargiya) હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે.
આજકાલના બાળકો રમતોથી દૂર આ પ્રસંગે કૈલાસ વિજયવર્ગીએ જણાવ્યું હતું કે, આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનકી બાતમાં ગ્રામીણ રમતોને વધારવાનું નાગરિકોને અપીલ કરી હતી. ગ્રામીણ રમતો આપણા ત્યાં જેનું નામ પિટ્ટુ ચેમ્પિયનશિપ (Pittu Championship 2022 inauguration) છે, જેને અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામની ઓળખવામાં આવે છે. આને અમે પણ બાળપણમાં રમ્યા હતા, પરંતુ આજ કાલના બાળકો કમ્પ્યુટર આવ્યા પછી આ પ્રકારની રમતોથી દૂર થઈ ગયા છે.
અહીંયા આ બાબતોથી બચવું જોઈએ તો MS યુનિવર્સિટીના નમાઝ વિવાદ (MS University in controversy for Namaz) અંગે તેમણે જણાવ્યું હતુ કે, શિક્ષાનું ક્ષેત્ર એક પવિત્ર ક્ષેત્ર હોય છે. તો અહીંયા આ બધી વાતોથી બચવું જોઈએ. મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા MS યુનિવર્સિટીમાં સંસ્કૃત વિદ્યાલય (MS University in controversy for Namaz) ખાતે એક છોકરો અને છોકરી જાહેરમાં નમાઝ અદા કરતા હોવાનો વીડિયો સામે આવ્યો હતો. તેને લઈને હિન્દુ સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો. હિન્દુ સંગઠન દ્વારા આ બાબતે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.