- ગૃહ રાજયપ્રધાન હર્ષ સંઘવીએ વડોદરા શહેર પોલીસની શી ટીમ એપ્લિકેશન લોંચ કરી
- લોક પ્રતિનિધિઓ અને શહેર પોલીસના અધિકારીઓ સાથે યોજી સંયુક્ત બેઠક
- ડ્રગ્સ જેવા નશાખોર પદાર્થ સામે વધુ એક ડગલું
વડોદરાઃ વડોદરામાં ગૃહ અને ખેલ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી(Minister of State Harsh Sanghvi)એ વડોદરા સ્થિત ગાંધીનગર ગૃહ ખાતે શી ટીમ એપ્લિકેશન લોંચ(Shi Team Launches App) કરી છે. તેમણે ટ્રાફિક ચેમ્પ અભિયાન ફ્લેગ ઓફ કરાવ્યુ હતું. ગૃહપ્રધાનએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, પોલીસ અને બંદોબસ્ત એ એક સિક્કાની બે બાજુ સમાન છે. નાગરિકો માટે બંદોબસ્તની કલ્પના જુદી હોય શકે છે પણ પોલીસ માટે તે જનતાની સુરક્ષા માટે અને તેની ફરજના ભાગરૂપ હોય છે. કોઈપણ કેસનો ઝડપી નિકાલ થાય તે માટે પોલીસ(Vadodara Police) હમેંશા તત્પર હોય છે.
હર્ષ સંઘવીનું વ્યાખ્યાન
હર્ષ સંઘવીએ વડોદરા પોલીસ કમિશ્નરને મંચ પરથી કહયું હતું કે, કોરોના સમયે હોસ્પિટલ પર વ્યવસ્થા જળવાઈ રહે તેવું કાર્ય પણ પોલીસે કર્યુ હતું. વડોદરા પોલીસના જે પણ કર્યો પેન્ડીંગ હોય તે સંસદસભ્યો અને ધારાસભ્યો (MP and MLA)મારફતે મારા સુધી મોકલાવી દેજો હું તમારા કામ કરવા માટે જ ગાંધીનગર(Gandhinagar)માં બેઠો છે. વધુમાં હર્ષ સંઘવીએ વડોદરા પોલીસની કામગીરીને બિરદાવી હતી