ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં ફૂડ કમિટિએ 180 કુલીને અનાજની કીટનું વિતરણ કર્યું - વડોદરા કલેકટર

વડોદરામાં રેલ્વે સ્ટેશન પર માલ વહન કરતા શ્રમિકોને જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ તેમજ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત દ્વારા વહીવટી તંત્રએ શુભકામના પ્રતિક રૂપે 5 કુલીને અનાજની કીટનું વિતરણ કર્યુ હતું.

etv bharat
વડોદરા: ફૂડ કમિટી દ્રારા 180 કુલીઓને અનાજની કિટનું વિતરણ કરવામાં આવશે

By

Published : May 22, 2020, 11:12 PM IST

Updated : May 23, 2020, 10:25 AM IST

વડોદરા: રેલવે બંધ હોવાથી છેલ્લા ઘણાં સમયથી રેલવે સ્ટેશનના મુસાફરોનો માલસામાન અને માલગાડીના માલસામાનનું વહન કરતા પરિશ્રમી કુલીઓની રોજગારી બંધ છે.

વડોદરામાં ફૂડ કમિટીએ 180 કુલીને અનાજની કીટનું વિતરણ આપી

કુલીઓ કાગડોળે રેલવે ચાલુ થવાની રાહ જોઈ રહ્યાં છે. કારણ કે રેલવે ચાલે તો તેમને રોજગાર મળી રહે, પરંતુ લોક ડાઉનના કપરા સમયમાં આસ્વમાની શ્રમિકોની વિપદા સમજીને પોલીસ કમિશનર તેમજ જિલ્લા દિશાસૂચનથી તંત્રે ફૂડ કમિટીના માધ્યમથી કુલીઓને કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવશે.

જેના ભાગરૂપે રેલવે સ્ટેશન ખાતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત અને જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે વહીવટી તંત્રની શુભકામનાના પ્રતિક રૂપે 5 કુલીને અનાજની કીટનું વિતરણ કર્યુ હતું. ફૂડ કમિટી દ્વારા 2 દિવસમાં તમામ લાભાર્થીઓને બાકીની 175 કીટનું વિતરણ કરવામાં આવશે.

Last Updated : May 23, 2020, 10:25 AM IST

ABOUT THE AUTHOR

...view details