ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા જિલ્લામાં પ્રેસની ઓળખ આપી લૂંટ ચલાવતા 4 લોકોની ધરપકડ - people arrested for robbery

વડોદરાના પાદરા તાલુકાના આંતિ ગામે પ્રેસની ઓળખ આપી લૂંટ ચલાવતા 4 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે એક ઈસમને ફરાર થવામાં સફળતા મળી હતી. પોલીસે તેમની કાર પણ જપ્ત કરી હતી.

In Vadodara district Four people arrested for robbery
વડોદરા જિલ્લામાં પ્રેસની ઓળખ આપી લૂંટ ચલાવતા 4 પત્રકારોની ધરપકડ કરાઈ

By

Published : Apr 12, 2020, 3:32 PM IST

વડોદરા: પાદરા તાલુકાના આંતિ ગામમાં શાકભાજી અને અનાજ કરિયાણાની દુકાન ચલાવતા, વેપારીને પાન મસાલાની પડીકીઓ કેમ કાળા બજાર કરો છો તેવું કહીને ધમકાવીને રૂપિયા 20 હજારની માગ 5 ઈસમોએ કરી હતી. આ અસામાજિક ઈસમોએ ગલ્લામાંથી રૂપિયા 3 હજારની લૂંટ પણ કરી હતી. જે બાદ 4 ઈસમોની પાદરા પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે તેમની કાર પણ જપ્ત કરી હતી. જોકે, 1 ઈસમ ફરાર થવામાં સફળ થયો હતો.

પાદરાના આંતિ ગામના સોકતભાઈ અલબી ગામમાં શાકભાજી અને અનાજ કરિયાણાની દુકાન ચલાવે છે, સાંજે તેઓ ગામની એક મહિલાને શાકભાજી આપતા હતા, ત્યારે એક કારમાં 4 ઈસમો તેમની દુકાનમાં ઘૂસી આવીને ધમકવતા હતા કે, અમે વડોદરા સત્યની શોધ પ્રેસમાંથી આવીએ છીએ. અમને પાદરા પોલીસે અમને ગામડે ગામડે ચેકિંગ કરવા સૂચવ્યું છે.

આ ઈસમોએ વેપારીને ધમકી આપતા કહ્યું કે, દુકાન કેમ ખૂલ્લી રાખી છે. બીડી અને પાન-પડીકીના કાળા બજાર કેમ કરે છે. આ સાથે તેમણે વેપારી પાસેથી 20 હજારની માગણી કરી હતી. આ દરમિયાન તેમની સાથે આવેલા એક ઈસમે કાયદેસર કાર્યવાહી કરવાની ધમકી આપી વેપારીના ગલ્લામાંથી રૂપિયા 3 હજાર લૂંટી લીધા હતા. જે બાદ વેપારીનો ફોટો પાડ્યો હતો. અન્ય એક વેપારીને ત્યાં પણ તેઓ ગયા હતા, આ અંગે ગામના સરપંચને જાણ થતા સરપંચ અને ગ્રામજનોએ કારમાં જતા ઈસમોને ઝડપી પાડ્યા હતા. જેમાં 4 ઝડપયા હતા જે પેકીનો 1 ફરાર થયો હતો, અને પાદરા પોલીસને જાણ કરી હતી. પોલીસે 4 લોકોની ધરપકડ કરી હતી. નાસી છુટેલા ઈસમને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details