- વડોદરા તાલુકામાં ગેસ કટરથી એટીએમ તોડનારો ઝડપાયો
- પોલીસે સમિયાલામાંથી ચોરની રંગેહાથ એટીએમ તોડતા ઝડપ્યો
- આરોપીએ મકરપુરામાં એસબીઆઈનું એટીએમ તોડ્યું હતું
વડોદરામાં ગેસ કટરથી ATM તોડી પૈસા ચોરતો આરોપી ઝડપાયો
વડોદરાઃ વડોદરા જિલ્લામાં ગેસ બોટલ સહિતનો માલસામાન ઊંચકી એટીએમ સેન્ટરમાં આવી પૈસાની ચોરી કરનારા આરોપીને પોલીસે પકડી પાડ્યો છે. આ આરોપીએ મકરપુરા વિસ્તારમાં આવેલા એટીએમને કટર વડે કાપી નાખી પૈસાની ચોરી કરી હતી.
આરોપી વિદેશી દારૂની પણ હેરાફેરી કરતો હતો
શિનોર તાલુકાના સેગવા ગામમાં રહેતો આરોપી અંકિત પાટણવડીયા એટીએમ તોડી પૈસા ચોરવાનું કામ કરે છે. પોલીસે આરોપીની વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, આ આરોપી અગાઉ પણ વિદેશી દારૂની હેરાફેરી કરતો હતો. ધંધામાં ફાવટ ન આવતા અંકિતે ઘરફોડ ચોરીની શરૂઆત કરી હતી. આ ગુનાઓ દરમિયાન તે પોલીસના હાથે ઝડપાયો હતો.
આરોપી એટીએમ મશીન તોડવા માટે પહેલા ગેસ બોટલની ચોરી કરતો હતો
વડોદરામાં ગેસ કટરથી ATM તોડી પૈસા ચોરતો આરોપી ઝડપાયો આરોપી એટીએમ તોડવા માટે ગેસ બોટલની ચોરી કરતો હતો અને ત્યારબાદ ચોરીના વાહન પર જેતે એટીએમ સેન્ટર નજીક પહોંચી ખબર ગેસ બોટલ સહિતનો સામાન ઊંચકી એટીએમ સેન્ટરમાં પ્રવેશ કરતો અને ચોરીને કરતો હતો. જોકે, હાલમાં તાલુકા પોલીસ મથકના હાથે ઝડપાયેલો અંકિત એટીએમ તોડી રોકડની ચોરી કરવામાં સફળ રહ્યો નથી તેવું પોલીસનું કહેવું છે.
સમિયાલા ગામમાં એટીએમ તોડવા આવતા આરોપી ઝડપાયો
વડોદરામાં ગેસ કટરથી ATM તોડી પૈસા ચોરતો આરોપી ઝડપાયો ગુરૂવારે રાત્રે વડોદરા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસને માહિતી મળી હતી કે, સમિયાલા ગામની સીમમાં આવેલા યુનિયન બેન્કનું એટીએમ કોઈક વ્યક્તિ તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે માહિતીના આધારે સ્થળ પર પહોંચેલા વડોદરા તાલુકા પોલીસની ટીમે અંકિતને ઝડપી પાડયો હતો. આરોપી પાસેથી પોલીસે ઓક્સિજન બોટલ, ગેસ કટર, કટીંગ પક્કડ સહિતના ચોરીના સાધનો કબજે કર્યા છે તેમ જ ચોરી દરમિયાન કોઈ આડે આવે તો તેના પર હુમલો કરવા માટે અંકિત રાખેલું ચાકુ પણ પોલીસે કબજે કર્યું છે, જેની પાસેથી પોલીસે ચાવીઓનો ઝુમકો તેમ જ ચોરીને અંજામ આપવા ગોત્રિ પોલીસ સ્ટેશનની હદમાંથી ચોરી કરેલી એકટીવા હોન્ડા સ્થળ પરથી કબજે કરી હતી.
વડોદરામાં ગેસ કટરથી ATM તોડી પૈસા ચોરતો આરોપી ઝડપાયો અનેક ગુનાઓમાં આ આરોપીની સંડોવણી
પોલીસની પૂછપરછમાં અંકિતે મકરપુરા પોલીસ મથકની હદમાં પણ એટીએમ તોડવાનો પ્રયાસ કર્યાની કબૂલાત કરી હતી. વડોદરા તાલુકા પોલીસે અંકિત પાટણવાડીયા વધુ ગુનામાં સંડોવાયેલા હોવાથી તેવી આશંકાઓ ચેક કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.