ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara Crime: વડોદરામાં વેર વાળવા આરોપીએ મિત્રો સાથે મળી ગેંગરેપનો કર્યો પ્રયાસ, યુવતીએ નોંધાવી ફરિયાદ - In Vadodara accused try to do gang rape with girl

વડોદરામાં વેર વાળવા આરોપીએ મિત્રો સાથે મળી એક યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, યુવતીએ બૂમાબૂમ કરતાં આરોપીઓ ભાગી ગયા હતા. જ્યારે યુવતીએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Vadodara Crime: વડોદરામાં વેર વાળવા આરોપીએ મિત્રો સાથે મળી ગેંગરેપનો કર્યો પ્રયાસ, યુવતીએ નોંધાવી ફરિયાદ
Vadodara Crime: વડોદરામાં વેર વાળવા આરોપીએ મિત્રો સાથે મળી ગેંગરેપનો કર્યો પ્રયાસ, યુવતીએ નોંધાવી ફરિયાદ

By

Published : Feb 14, 2023, 6:47 PM IST

વડોદરાઃસંસ્કારીનગરી વડોદરામાં એક યુવતી સાથે ગેંગરેપની ઘટના થતા થતા રહી ગઈ હતી. ત્રણ નરાધમોએ એક યુવતી સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. અહીં યુવતીએ અને તેના ભાઈએ પોતાના ઘર પાસે પતરાં મારી રસ્તો બંધ કરી દીધો હતો. આના કારણે એક યુવાને ઠપકો આપી યુવતીની છેડતી કરી હતી. એટલે ઉશ્કેરાયેલી યુવતીએ ગિરીશ ઠક્કર નામના યુવાનને લાફો ઝીંકી દીધો હતો.

આ પણ વાંચોSurat Crime : નેશનલ ગેમ્સ રમવા ગયેલી વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મ, ગર્ભ રહી જતાં સામે આવી હકીકત

2 આરોપીએ દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યોઃત્યારબાદ આરોપી ગિરીશ ઠક્કરે મિત્રો તોફિક વોરા, જાવેદ વોરા, જમીલ વોરા જેવા નરાધમોએ યુવતીને ગાડીમાં ઢસેડી હતી. તે દરમિયાન આરોપી ગિરીશ ઠક્કર અને તોફિક વોરાએ યુવતી સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. તો આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી.

પીડિતાએ 100 નંબર પર કર્યો ફોનઃ આ સમગ્ર ઘટના બનતા યુવતીએ 100 નંબર ઉપર ફોન કર્યો હતો અને પોલીસની મદદ માગી હતી. સાથે જ યુવતીએ બૂમાબૂમ કરતા જ આસપાસના રહીશો પણ તાત્કાલિક દોડી આવ્યા હતા, જેથી આ નરાધમો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો-Ahmedabad Crime : નિકોલમાં સગીરા પર દુષ્કર્મ ગર્ભપાત અને ઇનકારનો આંખ ઉઘાડતો બનાવ, આરોપી યુવકની ધરપકડ

નોંધાઈ પોલીસ ફરિયાદઃઆ સમગ્ર ઘટના બનતા આસપાસના રહીશો તાત્કાલિક દોડી આવ્યા હતા. ને યુવતીને 108 મારફતે પ્રથમ સારવાર માટે ખસેડી હતી, જેથી યુવતી સારવાર હેઠળ હોવાથી તે ફરિયાદ નોંધાવી શકી નહતી. ત્યારબાદ યુવતીએ પોલીસ સ્ટેશનમાં જાસપુર ગામના રહેવાસી ગિરીશ ઠક્કર, તોફીક વોરા, જાવેદ વોરા,જમીલ વોરા અને તેના ભાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આ નરાધમો સામે ધરપકડના ચક્રો ગતિમાન કરી દીધા હતા.

ABOUT THE AUTHOR

...view details