વડોદરાઃ શહેરના આજવા રોડ પર આવેલા અમરદીપ ટાઉનશિપમાં રહેતો અભિષેકકુમાર પટેલે તેનુ ધોરણ-12 સાયન્સનું પરિણામ જોયા બાદ પરિવારજનોને રાત્રે મુકીને નીકળી ગયો હતો.
વડોદરામાં વિદ્યાર્થી ધોરણ-12 સાયન્સનું પરિણામ જોયા બાદ ઘર છોડી ચાલ્યો ગયો - વડોદરામાં વિદ્યાર્થીએ ધોરણ-12 સાયન્સનું પરિણામ
વડોદરામાં રાત્રે 12 વાગે વેબસાઇટ પર અપલોડ કરવામાં આવેલા ધોરણ-12 સાયન્સનું પરિણામ જોયા બાદ નાસીપાસ થઇ ગયેલો વિદ્યાર્થી ઘર મુકી ચાલ્યા જતાં પરિવારજનો ચિંતાતુર બની ગયા છે. આ અંગે બાપોદ પોલીસ મથકમાં અભિષેક ગુમ થયાની જાણ કરી હતી.

અભિષેકના પિતા જગુભાઇ ટેરેસ પર સૂઇ ગયા હતા.અભિષેક તેની મમ્મી રશીલાબહેન અને ભાઇ મયંક સાથે નીચે રૂમમાં સૂઇ ગયા હતો. સવારે અભિષેક ઘરમાં જોવા ન મળતા પરિવારજનો ચિંતાતુર બની ગયા હતા અને અભિષેકની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ,તેની કોઇ ભાળ ન મળતા આખરે બાપોદ પોલીસ મથકમાં અભિષેક ગુમ થયાની જાણ કરી હતી. અભિષેકના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે,રાત્રે 12 વાગે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વેબસાઇટ પર પરિણામ મુકી દેવામાં આવે છે. પુત્ર અભિષેકે રાત્રે 12 વાગે જ પરિણામ જોઇ લીધું હશે. તેને રાત્રે જ પોતાના 54 ટકા હોવાની જાણ થઇ જતાં, તે ડિપ્રેશનમાં આવી ગયો હશે.અને ઘરમાં કોઇને જાણ કર્યા વિના ચાલ્યો ગયો હોવાનું અમારું માનવું છે. અમે તેના પરિણામ વિષે ક્યારે પણ પૂછ્યું નથી. અને તેને ક્યારેય અભ્યાસ કરવા માટે પ્રેશર આપ્યુ નથી.
TAGGED:
result of 12 science stream