ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં લાલચ આપી છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ - Crime News

વડોદરા રાજપીપળામાં એકના ડબલ કરી આપવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરીને વડોદરા તરફ આવી રહેલી ઠગ ટોળકીને વડોદરા જિલ્લા LCBએ ઝડપી પાડી રૂપિયા 5.62 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

વડોદરામાં લાલચ આપી છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ
વડોદરામાં લાલચ આપી છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ

By

Published : Jan 8, 2021, 3:40 PM IST

  • એકના ડબલ કરી આપવાની લાલચ આપી ઠગાઈ કરતી ટોળકી ઝડપાઇ
  • જિલ્લા LCBએ 4 ભેજાબાજોને ઝડપી પાડ્યા
  • 5.62 લાખનો મુદ્દામાલ કબ્જે

વડોદરાઃરાજપીપળામાં એકના ડબલ કરી આપવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરીને વડોદરા તરફ આવી રહેલી ઠગ ટોળકીને વડોદરા જિલ્લા LCBએ ઝડપી પાડી રૂપિયા 5.62 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

એકના-ડબલ કરી લાલચ આપી છેતરપિંડી

વડોદરા LCB પોલીસની ટીમ વરણામાં પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન માહિતી મળી હતી કે, એક નંબર વગરની સફેદ કારમાં 4 વ્યક્તિઓ કારવણથી પોર તરફ આવી રહ્યા છે અને તેઓ એકના ડબલ કરી આપવાની લાલચ આપી છેતરપિંડી કરી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે અણખી ગામ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી વાળી કાર આવતા જ પોલીસે તેને રોકી હતી.અને કારમાં સવાર રાજેશ બાબુભાઇ મકવાણા, શીવુ માવસંગ મકવાણા ઇબ્રાહિમ મોતીખાન પઠાણ અને વિજયસિંહ દલપતસિંહ મહિડાની અટકાયત કરી હતી.

વડોદરામાં લાલચ આપી છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ

2.56 લાખની ચલણી નોટો મળી આવતા પોલીસે વધુ તપાસ હાથધરી

કારમાં તપાસ કરતા કારમાંથી વિવિધ થેલાઓમાંથી ડુપ્લીકેટ રૂપિયા 2000ના દરની ચલણી નોટોના 10 બંડલ, રૂપિયા 500 ના દરના 4 બંડલ, રૂપિયા 100 ના દરના 30 નોટો મળી મળી આવી હતી. પોલીસે શંકાસ્પદ ચલણી નોટ રૂપિયા 2,56,000 કબજે કરી હતી. આ ઉપરાંત પોલીસે નંબર વગરની કાર અને ચાર મોબાઇલ ફોન મળીને કુલ રૂપિયા 5,62,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને તેમની વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

એંકાતવાળી જગ્યાએ બોલાવી લોકો સાથે છેતરપિંડી

પોલીસ તપાસમાં આ ટોળકી તંત્ર-મંત્ર દ્વારા એકના ડબલ કરી આપવાની લાલચ આપીને લોભી માણસો સાથે છેતરપિંડી કરતી હતી. આ ટોળકી એકના ડબલ કરવાની ઇચ્છા ધરાવનારા વ્યક્તિને રોકડ રકમ લઇને કોઇ એંકાતવાળી જગ્યાએ બોલાવતા હતા અને ત્યાં વિધી કરવાનો ડોળ કરતા હતા. તેજ સમયે તેમનીજ ટોળકીનો માણસ પોલીસ બનીને આવતો હતો અને એકના ડબલ કરવા માટે લઇને આવતા લોભીયા માણસને ધમકાવી વિદાય કરી દેતા હતા અને તેની પાસેની રોકડ રકમ પડાવી લીધા બાદ ટોળકી રવાના થઇ જતી હતી.

વડોદરામાં લાલચ આપી છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ

લોકલ ક્રાઇમ બ્રાંચની તપાસ

પોલીસ તપાસમાં એવી પણ વિગત બહાર આવી છે કે, 6 જાન્યુઆરીના રોજ આ ટોળકીએ રાજપીપળા પોલીસ મથકની હદમાં એકના ડબલ કરી આપવાની લાલચ આપીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે. જે અંગેની ફરિયાદ રાજપીપળા પોલીસ મથકમાં નોંધાઇ છે. ઝડપાયેલી ટોળકીને રાજપીપળા પોલીસના હવાલે કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઝડપાયેલી ઠગ ટોળકી પૈકી રાજેશ મકવાણા અને વિજયસિંહ મહિડા સામે સાબરકાંઠા જિલ્લાના ઇડર પોલીસ મથકમાં વર્ષ-2017 માં એકના ડબલ કરી આપવાની લાલચ આપી છેતરપિંડી કરવાનો ગુનો નોંધાયો હોવાની વિગતો પણ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચની તપાસમાં બહાર આવ્યું છે.

વરણા પોલીસ મથકમાં ગુનો નોંધાયો

હાલ આ ઠગ ટોળકી સામે વરણા પોલીસ મથકમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવા છે. ટોળકીની વધુ પૂછપરછમાં હજુ ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

ABOUT THE AUTHOR

...view details