ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં 6 મહિનાથી ફરાર લૂંટ અને ધમકીના ગુનાનો આરોપી ઝડપાયો - પીસીબીએ આરોપીની ધરપકડ કરી

વડોદરામાં આવેલા કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં એક આરોપી સામે લૂંટ અને ધમકી આપવાનો ગુનો નોંધાયો હતો. જોકે, આ આરોપી હુસેનમિયાં કાદરમિયાં સુન્ની છેલ્લા 6 મહિનાથી ફરાર હતો. છેવટે PCB પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે.

વડોદરામાં 6 મહિનાથી ફરાર લૂંટ અને ધમકીના ગુનાનો આરોપી ઝડપાયો
વડોદરામાં 6 મહિનાથી ફરાર લૂંટ અને ધમકીના ગુનાનો આરોપી ઝડપાયો

By

Published : May 22, 2021, 3:11 PM IST

  • વડોદરા PCBએ રીઢા ગુનેગારની કરી ધરપકડ
  • 6 મહિનાથી ફરાર હુસેનમિયા કાદરમિયા સુન્નીની કરાઈ ધરપકડ
  • આરોપી સામે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ફરિયાદ

વડોદરાઃ શહેરમાં આવેલા કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં એક આરોપી સામે લૂંટ અને ધમકી આપવાનો ગુનો નોંધાયો હતો. જોકે, આ આરોપી હુસેનમિયા કાદરમિયા સુન્ની છેલ્લા 6 મહિનાથી પોલીસની પકડથી દૂર હતો. છેવટે પોલીસે આ આરોપીની ધરપકડ કરી છે.

આ પણ વાંચો-વાંકાનેરમાં રાજકોટના યુવકની હત્યા કેસના વધુ 4 આરોપીની ધરપકડ

આરોપી સામે શહેરના વિવિધ પોલીસમાં 24 ગુના નોંધાયા

આ અંગે મળતી વિગત અનુસાર, આરોપી હુસેનમિયા કાદરમિયા સુન્ની સામે વર્ષ 2005થી અત્યાર સુધી શહેરના વિવિધ પોલીસમાં 24 ગુના નોંધાયા છે. જ્યારે તે 6 વખત પાસામાં ધકેલાયો હતો અને તેને 2 વર્ષ માટે તડીપાર પણ કરાયો હતો. વડોદરા કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં પણ ડિસેમ્બર 2020માં નોંધાયેલા લૂંટ અને ધમકીના ગુનામાં ફરાર આ હુસેનમિયાં કાદરમિયાં સુન્ની ફરાર હતો.

આ પણ વાંચો-અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લતીફ ગેંગના સાગરીતની ધરપકડ કરી

આરોપી 6 વખત પાસામાં જેલમાં જઈ ચૂક્યો છે

પોલીસને બાતમી મળી હતી કે, આ આરોપી ઈન્દિરાનગર બ્રિજની બાજુમાં બેકરી પાછળના ખાડામાં છુપાયો છે, જેથી PCBની ટીમે દરોડા પાડી હુસેનમિયાં કાદરમિયાં સુન્નીને ઝડપી લીધો હતો અને તેને કારેલીબાગ પોલીસને સોંપવાની તજવીજ કરી હતી. હુસેન સામે ભૂતકાળમાં રાયોટિંગ, પોલીસ પર હુમલો, કસ્ટડીમાંથી ભાગી જવું, પ્રોહિબિશન, લૂંટ અને ધમકીના ગુના નોંધાયા છે. વર્ષ 2005થી અત્યાર સુધી હુસેન સામે કારેલીબાગ પોલીસ સ્ટેશન ઉપરાંત ફતેહગંજ પોલીસ, રાવપૂરા પોલીસ તથા સિટી પોલીસ સ્ટેશનમાં 24 ગુના નોંધાયા છે. તે વર્ષ 2008થી 2020 સુધી 6 વખત પાસામાં અલગ-અલગ જેલમાં ધકેલાયો હતો. જ્યારે 2012માં હુસેનને 2 વખત તડીપાર પણ કરવામાં આવ્યો હતો. પોલીસે તેની અટકાયત કરી તપાસ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details