ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં ફાયર NOC નહીં ધરાવતી 5 હોસ્પિટલોને સીલ મારવામાં આવી

વડોદરામાં ફાયર NOC નહીં ધરાવતી વધુ 5 હોસ્પિટલોને સીલ મારી દેવાની કામગીરી હાથ ધરાઇ રહી છે. આ અગાઉ પણ અનેક હોસ્પિટલો પાસે ફાયર NOC નહીં હોવાથી સીલ મારી દેવામાં આવ્યા હતા. પાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટની કામગીરીને લઇને ચોતરફથી સહારના કરવામાં આવી રહી છે.

વડોદરામાં ફાયર NOC નહીં ધરાવતી 5 હોસ્પિટલોને સીલ મારવામાં આવી
વડોદરામાં ફાયર NOC નહીં ધરાવતી 5 હોસ્પિટલોને સીલ મારવામાં આવી

By

Published : Jun 6, 2021, 4:48 PM IST

  • કોરોના મહામારીમાં અનેક કોવિડ હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી
  • ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા અનેક નોટિસો આપ્યા બાદ પણ ફાયર NOC અને જરૂરી તૈયારીઓ નહીં કરવામાં આવતી કડક કાર્યવાહી
  • પાલિકાની લોકસુરક્ષાને ધ્યાને રાખીને કરવામાં આવતી કામગીરીને પગલે લોકો ચોતરફથી સરાહના
    વડોદરામાં ફાયર NOC નહીં ધરાવતી 5 હોસ્પિટલોને સીલ મારવામાં આવી

વડોદરા: કોરોના કાળમાં અનેક કોવિડ હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી અને અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેને લઇને હાઇ કોર્ટ પણ રાજ્યની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી મામલે સરકારને અનેક વખત ટકોર કરી ચુકી છે. તેવા સમયે વડોદરા ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા અનેક નોટિસો આપ્યા બાદ પણ ફાયર NOC અને જરૂરી તૈયારીઓ નહીં કરવામાં આવતી કડક કાર્યવાહી હાથ ધરી હતી. ગત રોજ પાલિકા દ્વારા 5થી વધુ હોસ્પિટલોની સીલ મારી દેવામાં આવી હતી. જે કાર્યવાહી આજે પણ ચાલુ જ રહી હતી.પાલિકાની વિવિધ ટીમો દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલી હોસ્પિટલોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાલિકાની લોકસુરક્ષાને ધ્યાને રાખીને કરવામાં આવતી કામગીરીને પગલે લોકો ચોતરફથી સરાહના કરી રહ્યા છે.

આ પણ વાંચોઃઉદ્યોગોમાં FIRE NOC અપાય છે સુરતથી, હાલમાં 5 મેજર ઉદ્યોગોને નોટિસ આપી તંત્રએ સતોષ માન્યો!

  1. સિદ્ધી મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ – દાંડીયા બજાર
  2. કલ્પવૃક્ષ મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલ – ઉમા સોસાયટી, વાઘોડિયા
  3. ગુજરાત સર્જીકલ હોસ્પિટલ – સમા
  4. ચાર્મી હોસ્પિટલ – અમીન નગર પાસે, છાણી
  5. આદિત નર્સિંગ હોમ, મધર સ્કુલ પાસે, પ્રણાલી કોમ્પલેક્ષ નજીક, દિવાળીપુરા

અત્યાર સુધીમાં આ 5 હોસ્પિટલમાંથી 3 હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી છે અને આગળની કામગીરી ચાલી રહીં છે, જ્યારે વાઘોડીયા રોડ સ્થિત કલ્પવૃક્ષ મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલમાં તપાસ કરતા હોસ્પિટલ દ્વારા ફાયર NOC માટે પાણીગેટ ફાયર સ્ટેશન ખાતે ફાઇલ સબમીટ કરી છે, પરંતુ અધિકારી રજા પર હોવાથી ફાઇલ પ્રોસેસ થઇ શકી નથી. હોસ્પિટલમાં ફાયરના સાધનો પુરતા પ્રમાણમાં લાગેલા હોવાની તપાસ દરમિયાન જાણવા મળી આવ્યું છે. જેથી કલ્પવૃક્ષ મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલને હાલ સીલ કરવામાં આવી નથી.

ABOUT THE AUTHOR

...view details