ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં કોરોનાને માત આપી વધુ 29 દર્દીઓ સ્વસ્થ્ય થયા - વડોદરામાં કોરોનાને માત

વડોદરામાં કોરોનાને માત આપી વધુ 29 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા હતા. ફતેપુરા ચૌહાણ સોસાયટીના રહીશો તેમજ હાથીખાના વિસ્તારના મુસ્લિમ બિરાદરો દ્વારા તમામનું પુષ્પવર્ષા કરી થાળી, તાળી વગાડી અભિવાદન કરવામાં આવ્યું હતું.

વડોદરામાં કોરોનાને માત આપી વધુ 29 દર્દીઓ સ્વસ્થ્ય થયા
વડોદરામાં કોરોનાને માત આપી વધુ 29 દર્દીઓ સ્વસ્થ્ય થયા

By

Published : May 2, 2020, 9:15 PM IST

વડોદરા: જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાઈરસના 350 પોઝિટિવ કેસ નોંધાયા છે અને કોરોના વાઈરસથી 24 લોકોના મોત થયા છે. રોજેરોજ કોરોના વાઈરસના કેસોમાં વધારો થઇ રહ્યો છે, છેલ્લા 10 દિવસથી તો રોજેરોજ કોરોના વાઈરસથી મોત થઇ રહ્યાં છે.

શનિવારે વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા કોરોના વાઈરસના બુલેટીનમાં કોરોનાનો એક પણ ટેસ્ટ કર્યાં વિના જ કોરોના વાઈરસ પોઝિટિવની સંખ્યા જીરો બતાવી હતી. જો કે, બપોરે બાદ અચાનક જ આરોગ્ય વિભાગે 215 સેમ્પલ પૈકી 26 પોઝિટિવ કેસ જાહેર કર્યાં છે. જેને લઈ પોઝિટિવ કેસોનો કુલ આંક 350 પર પહોંચ્યો છે.

વડોદરામાં કોરોનાને માત આપી વધુ 29 દર્દીઓ સ્વસ્થ્ય થયા

તેવામાં 29 કોરોના પોઝિટિવ દર્દીઓ સાજા થઈ જતા તેઓને રજા આપવામાં આવી હતી. ઇબ્રાહિમ બાવાણી આજવા રોડ કોવિડ કેર સેન્ટર ખાતેથી તમામને વાહનમાં ઘરે લઈ જવાતા ચૌહાણ સોસાયટીના રહીશો અને હાથીખાના, અલીફનગર, પાંજરીગર મહોલ્લાના મુસ્લિમ બિરાદરો દ્વારા પુષ્પવર્ષા કરી થાળી અને તાળી વગાડી કોરોનાને માત આપનાર લોકોનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details