ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં મ્યુકોરમાઇકોસિસના નવા 14 દર્દીઓ નોંધાયા, કુલ આંક 325 પર

વડોદરામાં કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસના દર્દીના કેસમાં વધારો થયો છે. તો વડોદરામા મ્યુકોરમાઇકોસિસના નવા 14 દર્દીઓ નોંધાયા છે. જ્યારે 45 દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી. જયારે 6 દર્દીઓ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા અને તો કુલ આંક 325 પર પહોંચ્યો હતો.

By

Published : Jun 1, 2021, 1:56 PM IST

વડોદરામાં મ્યુકોરમાઇકોસિસના નવા 14 દર્દીઓ નોંધાયા, કુલ આંક 325 પર
વડોદરામાં મ્યુકોરમાઇકોસિસના નવા 14 દર્દીઓ નોંધાયા, કુલ આંક 325 પર

  • વડોદરામાં મ્યુકોરમાઈકોસિસના નવા 14 દર્દીઓ નોંધાયા
  • વડોદરાની સયાજીમાં 9 અને ગોત્રી હોસ્પિટલમાં નવા 5 દર્દીઓ દાખલ થયા
  • 33 દર્દીઓની બાયોપ્સી કરવામાં આવી

વડોદરાઃજિલ્લામાં મ્યુકોરમાઈકોસિસના નવા 14 દર્દીઓ નોંધાયા શહેરની સયાજી હોસ્પિટલમાં નવા 9 અને ગોત્રી હોસ્પિટલમાં નવા 5 દર્દીઓ સાથે કુલ આંક 325 પર પહોંચ્યો હતો. જ્યારે એસેસજીમાં 20 દર્દીઓની બાયોપ્સી કરવામાં આવી હતી. જ્યારે 6 દર્દીઓ સાજા થઈ જતા રજા આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ વલસાડ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસ રોગના દર્દીઓ માટે 40 બેડનો વોર્ડ શરૂ કરાયો

એસેસજીમાં 30 અને ગોત્રી હોસ્પિટલમાં 15 મળી કુલ 45 દર્દીઓની સર્જરી કરવામાં આવી

SSG હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસના વધુ 9 દર્દીઓ નોંધાયા છે. જેથી અત્યાર સુધીનો કુલ આંક 236 પર પહોંચ્યો છે. દિવસ દરમિયાન 20 દર્દીઓની બાયોપ્સી કરવામાં આવી હતી. SSGમાં કુલ 30 દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી. આ સર્જરીમાં ટ્રાન્સઝનલ એન્ડોસ્કોપીક પાર્શિયલ મેક્સિલેટરી એટલે કે, દુરબીનથી નાકની અંદરની સર્જરી 10 તથા 20 દર્દીઓની લોકલ એનેસ્થેશિયા આપીને સર્જરી કરવામાં આવી હતી. જ્યારે એક દર્દીની આંખ કાઢવામાં આવી હતી. દિવસ દરમિયાન મ્યુકોરમાઈકોસિસના કારણે SSG હોસ્પિટલના બિછાને એક પણ દર્દીનું મોત થયું ન હતું. જ્યારે 6 દર્દીઓ સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી હતી.

આ પણ વાંચોઃવલસાડ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસ રોગના દર્દીઓ માટે 40 બેડનો વોર્ડ શરૂ કરાયો

મ્યુકોરમાઈકોસિસના કુલ દર્દીઓની સંખ્યા 325 થઈ

ગોત્રી હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસના વધુ 5 દર્દીઓ નોંધાયા છે. જેમાં અત્યાર સુધી કુલ દર્દીઓની સંખ્યા 89 પર પહોંચી છે. દિવસ દરમિયાન 13 દર્દીઓની બાયોપ્સી કરવામાં આવી હતી. જ્યારે 15 દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી. આ સર્જરીમાં ટ્રાન્સઝનલ એન્ડોસ્કોપીક પાર્શિયલ મેક્સિલેટરી એટલે કે દુરબીનથી નાકની અંદરની 5 અને 10 લોકલ એનેસ્થેશિયા આપીને દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી. જેમાં એક દર્દીની આંખ કાઢી નાખવામાં આવી હતી. ગોત્રી હોસ્પિટલ (Guthrie Hospital) માંથી દિવસ દરમિયાન એકપણ દર્દીને રજા આપવામાં આવી ન હતી. જ્યારે એક પણ દર્દીનું મોત પણ નોંધાયું ન હતું. ઉલ્લેખનિય છે કે, શહેરની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં શહેરની સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં કુલ મળી મ્યુકોરમાઈકોસિસના દર્દીઓનો કુલ આંક 325 પર પહોંચ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details