ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં સયાજીમાં 11 અને ગોત્રીમાં નવા 8 મ્યુકોરમાઈકોસીસના કેસ નોંધાયા - total case of MUCORMYCOSIS

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં નવા 11 અને ગોત્રી હોસ્પિટલમાં નવા 8 દર્દીઓ સાથે કુલ આંક 266 પર પહોંચ્યો હતો. જ્યારે SSGમાં 10 દર્દીઓની બાયોપ્સી કરવામાં આવી હતી. 7 દર્દીઓ સાજા થઈ જતા રજા આપવામાં આવી હતી. તેમજ સારવાર લઈ રહેલા 3 દર્દીના મોત થયા હતા.

વડોદરામાં મ્યુકોરમાઈકોસીસ
વડોદરામાં મ્યુકોરમાઈકોસીસ

By

Published : May 25, 2021, 2:21 PM IST

  • વડોદરામાં મ્યુકોરમાઈકોસીસના દર્દીઓમાં વધારો
  • દિવસ દરમિયાન 10 દર્દીઓની બાયોપ્સી કરાઇ
  • SSGમાં કુલ 25 દર્દીઓની સર્જરી કરવામાં આવી

વડોદરા : SSG હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસીસ વધુ 11 દર્દીઓ નોંધાયા છે. જેથી અત્યાર સુધીનો કુલ આંક 191 પર પહોંચ્યો છે. દિવસ દરમિયાન 10 દર્દીઓની બાયોપ્સી કરવામાં આવી હતી. SSGમાં કુલ 25 દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી.

આ પણ વાંચો : અમદાવાદના LG હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસીસના ઇન્જેક્શનની અછત

18 દર્દીઓની લોકલ એનેસ્થેશિયા આપીને સર્જરી કરાઇ

સર્જરીમાં ટ્રાન્સઝનલ એન્ડોસ્કોપીક પાર્શિયલ મેક્સિલેટરી એટલે કે દૂરબીનથી નાકની અંદરની સર્જરી 7 તથા 18 દર્દીઓની લોકલ એનેસ્થેશિયા આપીને સર્જરી કરવામાં આવી હતી. 2 દર્દીઓની સર્જરી કરી આંખો કાઢી નાખવામાં આવી હતી. દિવસ દરમિયાન મ્યુકોરમાઈકોસીસના કારણે SSG હોસ્પિટલના બિછાને સારવાર દરમિયાન 2 દર્દીના મોત થયા હતા. જ્યારે 3 દર્દીને રજા આપવામાં આવી હતી.

સર્જરી વિભાગ

આ પણ વાંચો : બ્લેક અને વ્હાઈટ ફંગસથી સંક્રમિત થયેલા યુવાનની કરાઈ સફળ સર્જરી
5 દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા

વડોદરામાં મ્યુકોરમાઈકોસીસ
ગોત્રી હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસીસના વધુ 8 દર્દીઓ નોંધાયા છે. જેમાં અત્યાર સુધી કુલ દર્દીઓની સંખ્યા 58 પર પહોંચી છે. 5 દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા. લોકલ એનેસ્થેશિયા આપીને 10 દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી. ગોત્રી હોસ્પિટલમાંથી દિવસ દરમિયાન 4 દર્દીઓ સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી હતી. 1 દર્દીનું મોત થયું હતું.

મ્યુકોરમાઈકોસીસના દર્દીઓનો કુલ આંક 266 ઉપર પહોંચ્યો

શહેરની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મ્યુકોરમાઈકોસીસના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં શહેરની સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં કુલ મળી મ્યુકોરમાઈકોસીસના દર્દીઓનો કુલ આંક 266 ઉપર પહોંચ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details