ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં ફી રિફંડ મામલે પિતાએ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સમક્ષ ઠાલવ્યો આક્રોશ - Maharaja Sayajirao University

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષમાં એડમિશન લેનારા વિદ્યાર્થિએ બે વખત ફી ભરી હતી. એડમિશન મળ્યા બાદ પ્રથમ ફી રિફંડ મામલે વાલીઓએ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સમક્ષ આક્રોશ ઠાલવ્યો હતો.

વડોદરાઃ ફી રિફંડ મામલે વાલીઓએ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સમક્ષ ઠાલવ્યો આક્રોશ
વડોદરાઃ ફી રિફંડ મામલે વાલીઓએ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સમક્ષ ઠાલવ્યો આક્રોશ

By

Published : Oct 23, 2020, 2:58 PM IST

Updated : Oct 23, 2020, 3:07 PM IST

  • ફી રિફંડ મામલે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સમક્ષ આક્રોશ
  • મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનીમાં બે વખત એડમિશન ફી લેવાઇ
  • એડમિશન મળ્યા બાદ પ્રથમ ફીના રિફંડમાં

વડોદરાઃ શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષમાં એડમિશન લેનારા વિદ્યાર્થિનીએ બે વખત એડમિશન ફી ભરી હતી. એડમિશન મળ્યા બાદ પ્રથમ ફીના રિફંડ માટે ધક્કા ખાવાનો વારો આવતાં વાલીએ ફી રિફંડ મામલે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સમક્ષ આક્રોશ ઠાલવ્યો હતો.

ફી રિફંડ મામલે વાલીઓમાં આક્રોશ

વડોદરા નજીકના પાદરામા રહેતા અને છૂટક ધંધો કરીને ગુજરાન ચલાવતાં હેમંત ભાઈ કાછીયાની પુત્રી હિરલ ધોરણ 12 પાસ કર્યા બાદ એમ.એસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો હતો. હેમંતભાઈએ પાદરા શાખાની બેંક ઓફ બરોડા દ્વારા 5600 રૂપિયાની એટીએમથી એમ.એસ.યુનિવર્સિટીની ફી પેટે ચૂકવણી કરી હતી.

વડોદરામાં ફી રિફંડ મામલે વાલીઓએ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સમક્ષ ઠાલવ્યો આક્રોશ
બાદમાં ફીના નાણાં નથી મળ્યાં નો ઓનલાઇન મેસેજ મળતાં હેમંતભાઈ ફરી વધુ એક વખત ગુરુવારે 6,670 રૂપિયા એમ.એસ.યુનિવર્સિટીને ચૂકવ્યા હતા. જ્યારે વિદ્યાર્થીની હિરલનું પ્રથમ વર્ષનું એડમિશન કન્ફર્મ થઈ જતા હેમંતભાઈએ અગાઉ ફી પેટે ભરેલા 5,600 રૂપિયા રિફંડ લેવા માટે યુનિવર્સિટી આવ્યા હતા. જ્યાં તેઓને આજકાલ કરીને પરત મોકલ્યા હતા, ત્યારે ગુરુવારે ફરીવાર હેમંતભાઈ પોતાની સુપુત્રી સાથે ફી રિફંડ લેવા માટે યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે આવ્યા હતા.

રજિસ્ટ્રારને રજૂઆત

આથી યુનિવર્સિટી સત્તાધીશોની કામગીરીથી નારાજ થયેલા હેમંતભાઈ પોતાની ધીરજ ખોઈ બેઠા હતા અને રજિસ્ટ્રારને રજૂઆત કરવા આવ્યા હતા. વિદ્યાર્થીઓના સમૂહની વચ્ચે હેમંતભાઈએ પોતાની પુત્રીની ફી રિફંડ મામલે રજિસ્ટ્રાર સમક્ષ પોતાનો ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. જ્યારે ફી રિફંડ મામલે કંટાળેલા હેમંતભાઈએ એક્ઝામ સેકસનના ડેપ્યુટી રજીસ્ટાર દર્શન મારુનો સંપર્ક સાધીને આ મામલે રજૂઆત કરી હતી. જે અંગે 1 સપ્તાહમાં ફી રિફંડ કરવામાં આવશે તેવી બાંહેધરી સત્તાધીશો દ્વારા અપાતાં હેમંતભાઈએ સંતોષ માન્યો હતો.


Last Updated : Oct 23, 2020, 3:07 PM IST

ABOUT THE AUTHOR

...view details