વડોદરા:ભારત સરકારના વિદ્યુત મંત્રાલય(Electrical Security of Government of India) દ્વારા 26 જુલાઈથી 30 જુલાઈ 2022 સુધી આઝાદીના અમૃત મહોત્સવ(Aazadi ka Amrut Mahotsav) નિમિત્તે ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય(Ujjwal Bharat Ujjwal Future) પાવર 2047 વીજ મહોત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. 24 કલાક સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજળી એ ગુજરાત રાજ્યની આગવી ઓળખ છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં અવિરત વીજ સેવા પૂરી પાડી મધ્ય ગુજરાત વીજ કંપની(Middle Gujarat Power Company) નાગરિકોનો વિશ્વાસ સંપાદિત કરવાની સાથે વીજ વિતરણમાં નમૂનારૂપ કામગીરી કરી રહી છે.
છેલ્લા 20 વર્ષમાં જ 34 સબ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું - વડોદરા જિલ્લામાં વર્ષ 1960થી માર્ચ 2002 સુધી માત્ર 42 સબ સ્ટેશનો હતા. તેની સામે માર્ચ 2002થી માર્ચ 2021 સુધીમાં 34 નવા સબ સ્ટેશનનો બનાવવામાં આવ્યા છે. બીજા અર્થમાં કહી છેલ્લા 20 વર્ષમાં જ 34 સબ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બે દાયકામાં પ્રતિ વર્ષ 1.7ના ગુણોત્તરથી સબ સ્ટેશન બનાવાયા છે. તેમ વીજ કંપનીના અધિક્ષક ઇજનેર(Superintending Engineer of Power Company) એન. એસ. ચાવડાએ જણાવ્યું હતું.
આ પણ વાંચો:ગુજરાત સરકાર દ્વારા વીજળીની બચત થઇ શકે એવી પહેલ, યાત્રાધામો કરશે હવે વીજ બચત અને આપશે આ સુવિધાઓ
છેલ્લા પાંચ વર્ષમાં લાખોના ખર્ચથી નવીન વીજ ફિડરો નાખ્યા - જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં રૂપિયા 2905.83 લાખના ખર્ચથી 140 નવીન વીજ ફિડરો નાખવામાં આવ્યા છે. ચાલુ વર્ષે રૂપિયા 728.46 લાખના ખર્ચે વધુ 22 વીજ ફીડરો ઉભા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા જિલ્લામાં 2002થી પૂર્વેના છેલ્લા 42 વર્ષમાં 19,966 ખેડૂતોને વીજ જોડાણ(Electricity connection to farmers) આપવામાં આવ્યા હતા. તેની સાપેક્ષે એપ્રિલ 2002થી માર્ચ 2021 સુધીના 19 વર્ષના સમયગાળામાં 26,102 ખેડૂતોને વીજ જોડાણ આપવામાં આવ્યા છે. એટલું જ નહીં, છેલ્લા પાંચ વર્ષમાં 6643 ખેડૂતોને કૃષિલક્ષી વીજ જોડાણ અપાયા છે. ચાલુ વર્ષે જુલાઈ 2022 સુધીમાં વધુ 444 ખેડૂતોને વીજ જોડાણ આપવાનું આયોજન છે. તેની સાથે ખેડૂતોને છેલ્લા પાંચ વર્ષમાં રૂપિયા 580.38 કરોડની વીજ બિલમાં રાહત આપવામાં આવી છે.