વડોદરા: દેશભરમાં 2જી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીની 151મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે વડોદરા જિલ્લાના સાવલી ખાતે હોમગાર્ડ યુનિટ કમાન્ડર દ્વારા ગાંધીજયંતી નિમિત્તે સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ લાવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.
સાવલીમાં હોમગાર્ડના જવાનોએ સફાઈ અભિયાન યોજી ગાંધીજયંતીની ઉજવણી કરી - Gandhi Jayanti
2 ઓક્ટોબર ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં હોમગાર્ડ યુનિટ દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સાફસફાઈ કાર્યક્રમ યોજી ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.
cleaning campaign
સાવલીમાં આવેલા રામદેવપીર મંદિરના મેદાનમાં ચોમાસા દરમિયાન ઊગી નીકળેલા ઘાસ તથા અન્ય કચરો દૂર કરવામાં આવ્યો હતો. જેમાં સાવલી હોમગાર્ડ યુનિટ કમાન્ડર અને હોમગાર્ડ યુનિટના સભ્યો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જયારે કોરોનાની મહામારી ચાલી રહી હોય ત્યારે, સાવલી હોમગાર્ડ યુનિટના જવાનોએ કોરોના વોરિયર તરીકે સ્વચ્છતાની કામગીરી કરી હતી.