- ઉત્તરપ્રદેશ બાદ ગુજરાતમાં પણ લવજેહાદ કાયદો બનાવવાની માંગ ઉઠી
- ડભોઈના ધારાસભ્યએ માંગ કરી
- લવ જેહાદના યુપી સરકારના કાયદાને આવકાર્યો
ડભોઈઃ ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર દ્વારા લવજેહાદ મામલે કાયદો બનાવતાં હવે ગુજરાતમાં પણ લવજેહાદ અંગે કાયદો બનાવવાની માંગ ઉઠી છે. ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં પણ લવ જેહાદ અંગેનો કાયદો બનાવવો જોઈએ. જે પ્રકારે લવ જેહાદના મામલા વધી રહ્યા છે ત્યારે સ્પષ્ટ માંગ છે કે ગુજરાત સરકાર વિચારીને કાયદો બનાવે તેમજ શૈલેષ સોટ્ટાએ યુપી સરકારના નિર્ણયને આવકારદાયક ગણાવ્યો હતો.
ધારાસભ્યએ યુપી સરકારના નિર્ણયને આવકારદાયક ગણાવ્યો
ડભોઈના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા ( સોટ્ટા ) એ લવજેહાદનો મુદ્દો છેડ્યો છે. ભાજપના ધારાસભ્યએ કહ્યું ગુજરાતમાં લવ જેહાદના કિસ્સાઓ વધ્યા છે. જેથી ગુજરાતમાં લવ જેહાદનો કાયદો બનવો જોઈએ. અમે સરકારને રજૂઆત કરીશું શૈલેષ મહેતાએ કહ્યું ગુજરાતમાં લવ જેહાદના કિસ્સાઓ વધ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત મંગળવારે 24 ઓક્ટોબરે ઉત્તર પ્રદેશ કેબિનેટે લવ જેહાદ પર અધ્યાદેશને મંજૂરી આપી હતી.