ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરાના ગોરવામાં યુવકે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો - વડોદરાના ગોરવામાં યુવકે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો

ગોરવા વિસ્તારમાં આવેલી સરકારી સસ્તા અનાજની દુકાનમાં કામ કરતાં યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લેતાં ગોરવા પોલીસે તપાસ હાથ ધરી છે.

વડોદરાના ગોરવામાં સસ્તા અનાજની દુકાનના મ્ઓપરેટરે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો
વડોદરાના ગોરવામાં સસ્તા અનાજની દુકાનના મ્ઓપરેટરે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો

By

Published : Jan 13, 2021, 10:21 AM IST

  • ગોરવા વિસ્તારમાં યુવાનનો આપઘાત
  • સરકારી સસ્તા અનાજની દુકાનમાં યુવક કરતો કામ
  • ગોરવા પોલીસે મોતનું કારણ જાણવા તપાસ આરંભી

વડોદરા :ગોરવા વિસ્તારમાં આવેલી સરકારી સસ્તા અનાજની દુકાનમાં કામ કરતાં યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લેતાં ગોરવા પોલીસે તપાસ હાથ ધરી છે.

33 વર્ષીય યુવાન વડોદરામાં એકલો રહી વતનમાં રહેતા પરિવારનું ભરણ પોષણ કરતો

સરકારી સસ્તા અનાજની દુકાનમાં તોલમાપની નોકરી કરતાં અને વડોદરાના ગોરવા વિસ્તારમાં એકલા રહેતા પરણિત યુવાને આપઘાત કર્યો હતો. બનાવ અંગે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માતા કેન્સરની બીમારીથી પીડિત હોવાથી આવેશમાં આપઘાત કર્યો હોવાની ભીતિ સેવાઈ

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા આસ્થા એવન્યુ પાછળ જય અંબે પાર્કમાં રહેતા 33 વર્ષીય શાંતિલાલ મીઠાલાલ ખટીક તેમના વિસ્તારમાં આવેલી સરકારી સસ્તા અનાજની દુકાનમાં અનાજ તોલમાપની નોકરી કરતા હતા. તેમજ વતનમાં રહેતા પોતાના પરિવારનું ભરણપોષણ પણ અહીંથી જ કરતા હતા. તેમની માતા વતનમાં કેન્સરની બીમારી સામે લડી રહી હોવાથી માતાનું દુઃખ અને આર્થિક તકલીફમાં રહેતા અને વડોદરામાં એકલા રહેતા શાંતિલાલ ખટીકે આવેશમાં આવી જઈને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આપઘાતના બનાવની જાણ થતાં જ ગોરવા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને બનાવ અંગેની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details