- ભાદરવા ગામના સરપંચે જન્મદિનની અનોખી ઉજવણી કરી
- સ્વચ્છ ભારત અભિયાન ડોર ટુ ડોર શરૂ કરવામાં આવ્યું
- ટ્રેક્ટરમાં જ કચરો ઠાલવવાની વ્યવસ્થા કરવામાં આવી
વડોદરાઃ ભાદરવા ગ્રામ પંચાયતના સરપંચ મહેન્દ્રસિંહ રાણા, તલાટી કમ મંત્રી અને પંચાયતના તમામ સભ્યો દ્વારા સ્વચ્છ વડોદરા સુંદર વડોદરા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અભિયાન ડોર ટૂ ડોર શરૂ કરવામાં આવ્યું છે. ભાદરવા ગામમાંથી એકઠો થયેલો કચરો રોજ ટ્રેકટરમાં નાખવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આથી હવે ગ્રામજનો કચરો ટ્રેકટરમાં ઠાલવે અને ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે અને ગંદકી ન થાય તેમ જ ગામના લોકો રોગથી બચી શકે. ગામના લોકોનું આરોગ્ય પણ જળવાઈ શકે.
ભાદરવા ગામમાં સરપંચે જન્મદિવસે "સ્વચ્છ વડોદરા સુંદર વડોદરા" અભિયાન શરૂ કર્યું ભાદરવા ગામમાં સરપંચે જન્મદિવસે "સ્વચ્છ વડોદરા સુંદર વડોદરા" અભિયાન શરૂ કર્યું રોજ સવારે 10 કલાકે ટ્રેકટર ડોર ટૂ ડોર ફરશે અને કચરો લઈ જશે
આથી ભાદરવા ગામના સરપંચ મહેન્દ્રસિંહ રાણાએ ગામમાં લોકોને ઘરે ઘરે જઈ કચરો કચરા પેટીમાં નાખવા અપીલ કરી છે. જ્યારે રોજ સવારે 10 કલાકે ગ્રામ પંચાયતનું ટ્રેક્ટર ડોર ટૂ ડોર ફરશે અને કચરો લઈ જશે. આ તમામ સુવિધા ભાદરવા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી છે. જે સરપંચ મહેન્દ્રસિંહ રાણાનો જન્મદિવસ હોવાથી આ સ્વચ્છ ભારત અભિયાનનું કાર્ય આજથી જ શરૂ કરી ગ્રામજનોને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. આ ઉપરાંત લાયન્સ ક્લબ ઓફ બરોડા દ્વારા આપવામાં આવેલી 150થી 200 જેટલી કચરાપેટી પ્લાસ્ટિકના ડ્રમ ભાદરવા ગામમાં આપ્યા હતા. આથી લાયન્સ ક્લબના ડો. અશ્વિન શાહનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ગામના લોકોનું આરોગ્ય જળવાઈ રહે એવી શુભેચ્છા પાઠવી હતી.