સમગ્ર રાજ્યમાં ટ્રાફિક નિયમનને લઈને અમલવારી શરૂ - traffic rules
વડોદરાઃ રાજ્યમાં આજથી નવા ટ્રાફિક નિયમનને લઈને આજથી ચુસ્ત અમલવારી કરવામાં આવી રહી છે. રાજ્યમાં બે વખત મોકૂફ રહેલા ટ્રાફિક નિયમનના કાયદાને લાભ પાંચમના દિવસથી કડક રીતે અમલ કરવામાં આવી રહ્યો છે.
![સમગ્ર રાજ્યમાં ટ્રાફિક નિયમનને લઈને અમલવારી શરૂ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4928393-thumbnail-3x2-traffick.jpg)
fail photo
વડોદરા શહેરમાં પણ ટ્રાફિક નિયમનના કાયદાને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. લોકો પણ સ્વયંભૂ રીતે ટ્રાફિક નિયમોનું પાલન કરી રહ્યા છે. તો ક્યાંક હજુ પણ લોકો ટ્રાફિક કાયદાનું પાલન ન કરતા દર્શયો જોવા મળ્યા હતા.