- વડોદરાની હોસ્પિટલના ગ્રીલ સાથે કાંચ તુટી પડતા નર્સ ઇજાગ્રસ્ત
- તૌકતેની અગાહીને પગલે કોરોનાના દર્દીઓને અન્યત્રે સુરક્ષિત જગ્યાઓ પર ખસેડી દેવાયા હતા
- પવન સાથે વરસાદને કારણે GMERS હોસ્પિટલમાં ભારે તારાજી
- કાચ તૂટતા ઇજાગ્રસ્ત નર્સને ટૂ વ્હીલર પર સારવાર માટે ખસેડાઇ
વડોદરા : તૌકતે વાવાઝોડાની અસરને પગલે વડોદરા શહેરમાં પણ ભારે નુકસાન થયું છે. વડોદરા શહેરમાં સરકારી હોસ્પિટલ GMERS હોસ્પિટલમાં શરૂ કરવામાં આવેલા ડેડીકેટેડ કોવિડ કેરના પ્રથમ ફ્લોર પર પાણી ભરાયા હતા. ભારે વેગ સાથે પવન ફૂંકતા બિલ્ડિંગનો કાચ નર્સને તૂટીને વાગ્યો હતો. જે બાદ નર્સ લોહી નીકળતી હાલતમાં ટૂ વ્હીલર પર સારવાર અર્થે લઈ જવામાં આવી હતી.
આ પણ વાંચો -વડોદરામાં તૌકતે વાવાઝોડાને લઇને તંત્ર દ્વારા બદામડી બાગ ખાતે કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો
કોરોનાના દર્દીઓને અન્યત્રે સુરક્ષિત જગ્યાઓ પર ખસેડી દેવામાં આવ્યા
તૌકતેની અસરને પગલે સમગ્ર રાજ્યમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે. રાજ્ય સરકાર હાલ કોરોના મહામારી અને તૌકતે વાવાઝોડા એમ બે મોરચે યુદ્ધ લડી રહી છે. કોરોના કાળમાં વડોદરામાં SSG હોસ્પિટલ અને GMERS હોસ્પિટલ ખાતે સરકારી જગ્યામાં ડેડીકેટેડ કોવિડ કેર શરૂ કરવામાં આવ્યા હતા. જો કે તૌકતેની અગાહીને પગલે પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી હતી અને કોરોનાના દર્દીઓને અન્યત્રે સુરક્ષિત જગ્યાઓ પર ખસેડી દેવામાં આવ્યા હતા.