કરજણ:મોરબીની પૂલ દુર્ઘનાટ બાદ રાતોરાત જાગી ગયેલા તંત્રએ તમામ પુલને જાણે પોતાના સ્કેનર હેઠળ મૂકી દીધા હોય એવી કામગીરી દેખાડી છે. પણ દૂધના ઊભરા જેવી આ કામગીરીની અસર ક્યાં સુધી રહે એની લોકોમાં ચર્ચા છે. વડોદરા પાસે આવેલાકરજણ નવા બજાર અને જૂના બજારને જોડતો રેલવે પરનો જૂનો ઓવરબ્રિજ (Karjan old-new market bridge) પર ફરી એંગલો લગાડી દેવામાં આવી છે. ETV ભારતમાં અહેવાલ પ્રસારિત થયું બાદ તંત્ર સફાળુ જાગ્યું હતું અને તાત્કાલિક ધોરણે એંગલો મારીને બ્રિજ પરથી ભારદારી વાહનો (heavy vehicles) માટે પ્રવેશબંધી કરી હતી. ઉલ્લેખનીય છે કે લગભગ મહિના પહેલાં આ બ્રિજ પરથી એંગલો દૂર કરી દેવાઇ હતી આથી ભારદારી વાહનો પૂરઝડપે પસાર થતા હતા. ઓવરબ્રિજ જર્જરિત હાલતમાં (Overbridge in dilapidated condition) હોવાનો અહેવાલ ETV ભારતમાં પ્રસારિત કરવામાં આવ્યો છે.
ETV ભારતના અહેવાલની અસર, કરજણ જૂના-નવા બજારનો બ્રિજ ભારદારી વાહનો માટે બંધ - પ્રવેશબંધી
વડોદરા પાસે આવેલા કરજણ જૂના-નવા બજારનો બ્રિજ (Karjan old-new market bridge) ભારદારી વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલા જ બ્રિજ પાર લાગેલા એંગલો હટાવી લેવામાં આવ્યા હતા. બ્રિજ જર્જરિત હોવાનો અહેવાલ ETV ભારતમાં પ્રસારિત થતા તંત્ર સફાળુ જાગ્યું અને તાત્કાલિક ધોરણે બંને બાજુ એંગલો લગાડી દેવામાં આવ્યા.
ETV ભારતના અહેવાલની અસર:ETV ભારતમાં બ્રિજના જોખમ અંગેના સમાચાર પ્રસિદ્ધ થતા જ માર્ગ અને મકાન વિભાગ તાત્કાલિક અસરથી એક્શનમાં આવ્યુ હતું. ભારદારી વાહનો આ બ્રિજ ઉપરથી પસાર ન થાય તે માટે બ્રિજના બંને છેડે એંગલો મારી પ્રવેશબંધી કરવામાં આવી હતી. જેથી કોઈ મોટી જાનહાની કે અન્ય કોઈ પ્રકારનું નુકસાન સર્જાય નહીં.
મોટી દુર્ઘટના ટળી:તાજેતરમાં જ મોરબીમાં ઝુલતો પુલ તૂટી જતાં મોટી હોનારત સર્જાઇ હતી. જે ખૂબજ દુઃખદ ઘટના બની હતી. જેથી આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે તંત્ર એકશન મોડમાં આવી ગયું હતું અને સમયસૂચકતા ભર્યા પગલાં લીધા હતાં. આ બ્રિજ પરથી દરરોજ મોટી સંખ્યામાં ભારદારી વાહનો પસાર થતા હોય છે. ઉપરાંત બ્રિજની સ્થિતિ પણ જર્જરિત હોવાથી દુર્ઘટનાની આશંકા સિવાય રહી હતી.