- રેલ્વે સ્ટેશન ખાતે આવેલી કેન્ટીન અને સ્ટોલ પર કોરોનાનું ગ્રહણ
- રેલવે સ્ટેશન પર કેન્ટીન અને સ્ટોલ ખાલીખમ જોવા મળ્યા
- પ્રવાસીઓની અવર જવર ઓછી હોવાના કારણે ધંધા-રોજગાર પર પડી અસર
વડોદરા : વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે વેપાર ધંધા પર તેની ખૂબ મોટી અસર પડી છે. રેલવે સ્ટેશન પર આવેલા કેન્ટીન અને સ્ટોર પર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. રેલવે સ્ટેશન જ્યાં હજારોની સંખ્યામાં દરરોજ પ્રવાસીઓની અવર જવર થતી હોય છે. રેલવે સ્ટેશન અને ટ્રેનોમાં પેસેન્જરોની સંખ્યા હાઉસફૂલ હોય છે. ગત વર્ષે કોરોના મહામારીના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યો હતો, ત્યારથી રેલવે દ્વારા ટ્રેનોની સંખ્યા ઓ પણ ઘટાડી દેવામાં આવી હતી. જેના કારણે પેસેન્જરમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. તેની સીધી અસર રેલવે સ્ટેશન પર આવેલી કેન્ટીન અને સ્ટોર પર પડી હતી. વડોદરા રેલવે સ્ટેશન ખાતે 38 જેટલા કે કેન્ટીન અને સ્ટોલ અને ટ્રોલી આવેલા છે. કોરોનાનું ગ્રહણ કેન્ટીન સ્ટોલ અને ટ્રોલી પર લાગ્યું હતું.
આ પણ વાંચો : રાજ્ય સરકાર દ્વારા વ્યવસાય વેરામાં ધરખમ વધારો થતાં વેપારીઓમાં રોષ
રેલવે સ્ટેશન પર IRCTC દ્વારા જે કેન્ટીન ખાલી ખમ
વડોદરા રેલવે સ્ટેશન ખાતે IRCTC દ્વારા પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ ખાતે પ્રવાસીઓ માટે ચાલુ કરવામાં આવી છે. જેમાં દર પાંચ વર્ષે કોન્ટ્રાક્ટ કરવામાં આવે છે. 1લી માર્ચ 2021એ રેલવેટેશન ખાતે IRCTCની કેન્ટીન ચાલુ કરવામાં આવી છે. જેમાં હાલની પરિસ્થિતિ જોઈને સવારના 5 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધીમાં દસથી બાર જેટલા પ્રવાસીઓ આવે છે. જેનું એક દિવસનું ભાડું 6200 છે. કેન્ટીનના મેનેજર રામલાલ સિંહે જણાવ્યું હતું કે, 15 માર્ચ 2021ના કેન્ટીનના સંચાલક હરેશકુમારે કોન્ટ્રાક્ટ લીધો છે. શરૂઆતમાં 12 માણસો હતા. અત્યારે જે પ્રમાણે લોકડાઉન અને ટ્રેનમાં ઘટાડો હોવાના કારણે પાંચ જેટલા સભ્યો કામ કરી રહ્યા છે. બીજા સાત સભ્યોને નોકરીમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા. 22 લાખ રૂપિયાનું ટેન્ડર હતું. દર મહિને 180000નું ભાડું ચૂકવવામાં આવે છે.