- વડોદરા મહાનગર પાલિકાની દબાણ હટાવો ઝુંબેશ યથાવત
- ગોત્રી ઉષાનગરમાં દબાણ શાખાની ટીમ ત્રાટકી
- નડતરરૂપ દબાણોનો સફાયો બોલાવ્યો
વડોદરાના વહીવટી વોર્ડ 11 માં પાલિકાની દબાણ શાખા દ્વારા દબાણો હટાવાયા - વડોદરા ફાયરબ્રિગેડ
વડોદરાના વહીવટી વોર્ડ 11 માં આવેલ ગોત્રી ઉષાનગરમાં ગેરકાયદેસર કરાયેલા નડતરરૂપ દબાણોનો સફાયો પાલિકાની દબાણ શાખા દ્વારા કરવામાં આવ્યો હતો.
વડોદરા
વડોદરા : મહાનગર પાલિકાની દબાણ હટાવો ઝુંબેશ યથાવત રહેવા પામી છે. શહેરના ચારેય ઝોનમાં દબાણ શાખા દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. દબાણ શાખાની ટીમે પશ્ચિમ વિસ્તારમાં ઉષા નગર સોસાયટીમાં ગેરકાયદેસર ઉભી કરાયેલ કંપાઉન્ડ વોલ, ઓટલા, ફેનસિંગ સહિતના દબાણો તોડી પાડ્યા હતા.
વડોદરા મહાનગર પાલિકાની જમીન મિલકત ટીપી વિભાગ દ્વારા શહેરના પશ્ચિમ ઝોનમાં સમાવિષ્ટ વહીવટી વોર્ડ નંબર 11 માં આવેલ ઉષાનગર સોસાયટી ટીપી 14માં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પાલિકાની દબાણ શાખા, ગોત્રી પોલીસ ,ફાયરબ્રિગેડ ,તેમજ જીઈબીની ટીમોને સાથે રાખી ઉષાનગરના 14 યુનિટના ગેરકાયદેસર ઓટલા, ફેનસિંગ ,ગેટ ,સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.