- કોરોનાના વધતા કેસો વચ્ચે માંજલપુરની એક શાળા ચાલુ રહેતા વિવાદ સર્જાયો
- રાજય સરકારે શાળાઓનું ઓફલાઇન શિક્ષણ આજથી બંધ કરવાનો આદેશ શુક્રવારે રોજ જારી કર્યો
- વાલીઓમાં જોવા મળ્યો આક્રોશ
વડોદરા: શહેરમાં વધતાં જતાં કોરોનાના કેસ વચ્ચે આજે માંજલપુરની એક શાળા ચાલુ રહેતા વિવાદ સર્જાયો હતો. . કોરોનાનું સંક્રમણ વધતાં રાજય સરકારે શાળાઓનું ઓફલાઇન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. આ વચ્ચે આજે માંજલપુર અલવાનાકા પાસે આવેલા સ્વામી વિવેકાનંદ વિદ્યાલયમાં તમામ વિદ્યાર્થીઓ શાળાએ આવ્યા હતા . તેટલું જ નહીં શાળા સંચાલકોએ બાળકોને પરત મોકલી દેવાના બદલે વર્ગ ખંડમાં બેસાડ્યા હતા જેના કારણે વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો અને વિવાદ સર્જાયો હતો.
સરકારી આદેશ છતાં શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ યથાવત્
બધા વચ્ચે વિવાદ સર્જાતા વિદ્યાર્થીઓને પરત ઘરે રવાના કરાયા હતા.ઘણાં વિદ્યાર્થીઓ લાંબા સમય સુધી શાળાની બહાર જોવા મળ્યા હતા . આ અંગે શાળા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે , આજે શાળામાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું સરકારે જે નિર્ણય કર્યો તે ગઇકાલે મોડી સાંજે આવ્યો હતો.